Wednesday, April 24, 2019

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... સાનમાં રે

ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે ... સાનમાં રે

વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેલવી રે
વચન થકી વરસે સાચા નૂર રે .... સાનમાં રે

વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે બીજું કાંઈ ન રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે .... સાનમાં રે

લાભ જ લેવો હોય તો

લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાં
ને મૂકીને બતાવો અપાન રે,
એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે
ને લાગે રે ભજનમાં એક તાર રે .... લાભ જ લેવો હોય તો

પ્રથમ મુખ્ય ધારણ રાખો ને
દશાને રાખો ગંભીર રે,
નિયમ બારુ નહીં બોલવું નહીં ને
ધારણા રે રાખવી ધીર રે .... લાભ જ લેવો હોય તો

આહાર તો સર્વે સદગુણી કરવો
ને રૂડી રે પાળવી રીત રે
ગુરૂજીના વચનને મૂકવું નહીં
ને રાખવી પૂરણ રીત રે ... લાભ જ લેવો હોય તો

ખટમાસ એકાંતમાં આસન જીતવું બાઈ
ત્યારે અડધો યોગ કહેવાય રે,
ગંગા સતી તો એમ રે બોલિયા
પછી અભ્યાસ વધતો જોને જાય રે .... લાભ જ લેવો હોય તો

માણવો હોય તો રસ

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે'વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે'ણી પાળવા હેતથી હાલો ... માણવો.

રે'ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે'ણી થકી રોમરોમ ભીંજાય,
રે'ણી થકી રસ શરીરમાં પરવરે,
રે'ણી થકી ઉગાવો જોને થાય ... માણવો.

રે'ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે'ણી થકી અમર જોને થવાય,
રે'ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે'ણી થકી પાર પોગી જોને જવાય ... માણવો.

રે'ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે'ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે'ણી પાળ્યેથી આનંદ વરતાય ... માણવો.

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે

મનડાને સ્થિર કરે

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે
ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે
માયા કરે નહીં કાંઈ રે ... મનડાને.

અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી
આનંદ ઉપજ્યો અપાર રે
આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે
સાધી સાહેબ સાથે તાર રે...

સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને
ચારે વાણીથી એ પાર જી
સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં
હરદમ ભજનમાં હોંશિયાર જી

વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને
મોહની મટી ગઈ તાણાવાણ જી
ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ
સાચા સાધુની ઓળખાણ જી .... મનડાને સ્થિર
મનડાને સ્થિર કરી
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી ... મનડાને.

સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે'વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી ... મનડાને.

કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી ... મનડાને.

ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ,
વિપરીત થાશે નહીં ચિત્ત જી ... મનને.

Monday, April 15, 2019

આજ તો હમારે દ્વાર ભોલેનાથ આયે

આજ તો હમારે દ્વાર ભોલેનાથ આયે
ભોલેનાથ આયે, મેરે મન કો ભાયે

ઉજરી વિભૂતિ અંગ, જટા મેં ખલકે ગંગ;
મુખ તો પુનમ ચંદ્ર, ભલી શોભા લાયે


ગલે બીચ મુંડ માલ, વ્યાઘાંબર ગજ વિશાલ;
બૈઠન કો હૈ મૃગછાલ, તાંબરી ઓઢાયે

સબ હી સાહેલી સાથ, ઉમૈયા સે પૂછે બાત;
બાઈ તેરો બડો ભાગ્ય, શંભુ વર પાયે

જાકો જોગી ધરે ધ્યાન, વેદ હી કરે બખાન;
"તાનસેન" ગાયે ગુણ ગાન, શંકર કે ગુણ ગાયે

#Bhajan #Santvani #bhajansantvani #gujaratibhajan