Monday, December 19, 2022

વાણી રે હરિ-ગુરુ સંત ની, અમર લોક દેખાડે હો જી Vani re Hari guru sant ni Amar lok dekhade ho ji

 વાણી રે હરિ-ગુરુ સંત ની, અમર લોક દેખાડે હો જી

એવા રે પુરુષ આ અવની પર, કોઈ પાકે રે અખાડે હો જી...ટેક
બાર રે સ્વર ને નવ દ્વાર માં, ગતિ એની જે જણ જાણે હો જી
એવા એકવીસ સ્વર છે રે કરુણા રે નિધિ, એને કોઈ જાણનહારા જાણે હો જી...વાણી રે

પરા ના વચનો તો પલટે જ નઇ, કોઇ એને વેખરી થી વખાણે હો જી
એવી અદલ રે ફકીરી જેના ઉર્ માં રે, મહા શૂન્ય માં એ માણે હો જી...વાણી રે

નિર્વિકારી પુરુષ ના અંગ ને રે, કોઈક વિરલા જ જાણે હો જી
નિર્મલા જે હશે તે નિરખશે, રે,પૂર્ણાનંદ પ્રમાણે હો જી...વાણી રે

મરી ને જાવું રે જે ઘર માં રે, જીવતાં એમાં મોજું માણે હો જી
દાસ રે સવો ક્યે ગુરુગમ થી રે, આવ્યા તાતે ઠેકાણે હો જી...વાણી રે.


Vani re Hari guru sant ni Amar lok dekhade ho ji
Gujarati Bhajan, Gujarati santvani, Gujarati song, Bhajan lyrics, Bhajan na shabdo, Gujarati bhajan sangrah, gujarati bhajan na shabdo,
Paurank bhajan, sant bhajan, bhajanvani, bhajanavali, bhajan no bandar

Wednesday, October 28, 2020

કોણે બનાવ્યો પવન ચરખો kone banavyo pavan charakho

એ જી એના ઘડનારા ને પરખો‚
એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚
દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚
ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚
પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો
ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
He ji ena ghadnara ne parakho
Ji re ram kone banavyo pavan charakho

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી He ji re lakha

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…

હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો
મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી
એવી રીતે એક ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…

હે જી રે લાખા ! ઈંગલા પીંગલા સુષમણા રે સાધો જી
તમે ચંદ્ર સૂર્ય એક ઘરમાં લાવો રે હાં…
હે જી રે લાખા ! ત્રીવેણીનાં મોલમાં દેખો તપાસી જી
પછી જોતમાં જ્યોત મીલાવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…

હે જી રે લાખા ! અનભે પદને ઓળખાવાને માટે
તમે જ્યોત ઓળાંડી આઘા ચાલો રે હાં…
હે જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં
તમે અકતા ના ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…



He ji re lakha dhyan ma besine tame dhani ne aaradho ji
Gujarati Bhajan Lyrics

સોરઠી દુહા Sorathi Duha

હે સોરઠ સુરો ના સરજીયો , ના ચઢ્યો ગઢ ગીરનાર,
ના નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર જી રે…. (૧)

હે સોરઠ સિંગલ દેશનો, અને જાત તણી પરમાર,
બેટી તો રાજા ઉમની , એને પરણ્યો રાય ખેંગાર જી રે ……..(૨)

હે સોરઠ સિંગલ દ્વીપની , અને તપસી ઉભો દ્વાર,
ભિક્ષા દિએ રાની સોરઠી, મારો સંગ ચાલ્યો કેદાર જી રે………(૩)

હે સોરઠ રાગ સોહામણો ને, મુખેથી કહ્યો નવ જાય,
જેમ જેમ ભાંગે રાતડી, તેમ તેમ મીઠો થાય જી રે ……………(૪)

હે હંસ ગતિ મૃગ લોચની, ને સજ્યા સોળે શણગાર,
રાધા તારા દેશમાં , અને વશ કર્યાં કિરતાર જી રે ……………..(૫)

હે સોરઠ વાસી દ્વારિકા, દેખી રે ઉકામ દેશ ,
મથુરામાં હરિ જનમિયા રે, વસ્યા સોરઠ દેશ જી રે ……………(૬)

હે સોરઠ પાક્યો આભલે, ને સુંડલો રહ્યો લોભાઈ,
ચાંચ તો પસારી પિયા કરે,રાજ રંગ ભિન કંઈ કંઈ જી રે………….(૭)

હે સોરઠ દેશ સોહામણો રે, ને મુજને જોયાના કોડ,
રત્નાકર સાગર ઘૂઘવે , ને રાજ કરે રણછોડ જી રે……………….(૮)

ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે Odhi kali kamaliyu

ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે,
હૈયે હેમ હાંસળીયુ માણેક મઢીયું, મોતીયે જળીયુ તેજ જરે,
પગ નુપુર કડલાં કાબીયું સોભયું, હેમની પોચીયુ હાથ પરે,
નવલાખાય લોબડીયાળીયું ભેળીયું મળીયુ મઢળે રાસ રમે
માડી મળીયુ મઢડે રાસ રમે...

કર ત્રિસુળવાળીયું પુરા પંજાળીયું, લાકડીયાળીયું એમ રમે,
ધન્ય ધિંગી ધજાળીયું આભ કપાળીયું, ભેળીયાવાળીયું એમ ભમે,
કર હેમની ચુડીયુ પાળીયું તાળીયું, ગાળીયું જાળીયું નભ ગજે...
માડી નાક નથળીયું, કાન અકોંટીયું, ભાલ ટીલળીયું બહુ મુખે,
ઝળળળ જબુકીયું જાણ્ય અષાઢીયું, વાદળ કઢીયું વિજળીયું,
ફરે ફેર ફુદળીયું દશ્યુય ઢળીયું, જાણે વાલપની માડી વેલડીયું...
માત મિણલ નાગલ કાગલ, રાજલ મોગલ પીઠડબાઇ મળી,
માત કરણી જીવણી બાલવી બલાડ, બુટ ભવાનીય સાથ ભળી,
વળી વિપળી દેવલ હોલ વરવડી, ખમ્મા ખમ્મા ખોડીયાર રમે....
માડી શેષ મહેશ ગુનેશ દિનેશ, સુરેશ હુય દેવોય ધ્યાન ધરે,
એમાં અપ્સર ગંધર્વ કિન્નર ચારણ, નારદ મુનિય ગાન કરે,
ૠષિ અત્રી દધિચિ અગત્સ્ય, વશિષ્ઠ પરાસર મુનિ પાય પડે...
જબ્બર જોરાળીયું જોગ જોરાળીયું, રંગ રઢાળીયું રાસ રમે,
નવ રાત નવેલીયું બુઢીયું બાળક, સંગ સાહેલીયું સાથ રમે,
માડી મઢળે આવીને ચારણ 'લાખણ', સોનલમાને પાય નમે...

Odhi kali kamaliyu lal dhabliyu ful chhabaliyu shir pare
Navlakhay lobadiyaliyu bheliyu maliyu madhade raas rame

જેને મળે ધણી મોટો રે Jene male dhani moto re

જેને મળે ધણી મોટો રે, તેને શું રહે તોટો,
ભલે હોય જાતે છોટો રે, 
જોતાં નાવે તેનો જોટો રે...જેને...ટેક.

જુવો સુદામો વિપ્ર જાતનો, દુ:ખી હતો બહુ દીન,
કંચલ મહેલ બન્યા સુખકારી, પ્રભુ મળ્યા પ્રબીન,
કશબી થયાં કપડાં રે, પેરવા નોતો લંગોટો... જેને...૧

પાંચ હતા પાંડવના પુત્રો, શત કૌરવ શૂરવીર,
ભારત અંતે પ્રભુ થયા ભેરુ, સુન્દર શ્યામ શરીર,
જુવો ધર્મ જીત્યો રે, ખરો રિપુ થઈ ગયો ખોટો... જેને...૨

કળજુગમાં નરસી મહેતાના, કૈક સુધાર્યા કાજ,
પુત્રીના મામેરાં પૂર્યા નાથ, ગરીબનિવાજ,
હેમની હાથે ઝારી રે, પીવા નોતો જળનો લોટો... જેને...૩

ભક્તિ કરજો ભાવથી, તૃષ્ણાનો કરજો ત્યાગ,
ઈશ્વર પૂરે મનની ઈચ્છા, રહે સદા રંગરાગ,
પિંગલ દેયું પડશે રે, પાણી કેરો પરપોટો... જેને...૪

Jene male dhani moto re tene shu rahe toto
Bhale jat hoy jate chhoto re
jota naave tene joto re

મઢીમેં તખત પર મેરી ધુન અખંડ madhi me takhat par meri dhun akhand

મઢીમેં તખત પર મેરી ધુન અખંડ
ચીદાનંદ સ્વરૂપ જ્યાં આત્મા અસંગ – મઢીમેં (૧)

નિરાકાર રૂપ જ્યાં નિર્ગુણ ન્યારા
જ્ઞાન પ્રકાશ જ્યાં નુર અપારા
અમૃત ધારા વહે ગરજે ગગન – મઢીમેં (૨)

ઢોલ નગારા ઘંટ રણકારા
વેણું જાલરના સુર લાગે પ્યારા
શહેનાઈ બંસરી સાથે બાજે મૃદંગ – મઢીમેં (૩)

પુર્ણ બ્રહ્મ જ્યાં શેષ નહિ માયા
આખા વિશ્વમાં એના અજવાળા
સદગુરુએ કરાવ્યા અમને એનાથી સંબંધ – મઢીમેં (૪)

સત્ય ભજન એક અમર ધારા
કોને કહુ આ અનુભવ અમારા
કહે નાથા ભગત રહું મગન હી મગન – મઢીમેં (૫)

madhi me takhat par meri dhun akhand
Chidanand svarup jya aatma asang