ધાર્યું ધણીનું થાય પરંતુ,સત્ય કર્મ તું કરતો જા,
સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૧)
તનથી મનથી વચનથી, સાચા સેવા કરજો ભાઈ,
સત્યમેવ જયતે આખર, તો એમાં શાની નવાઈ,
દયા ધર્મમાં નિશદિન રહેજો, નીડર થઈ વિચરતો જા,
સેવક માનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૨)
યોગી તો પોતાનું કરતાં, ભક્ત તો દુ:ખમાં દુખિયાજી,
સુખ દુ:ખમાં છે સાથી સહુના, પ્રભુ નામમાં સુખીયાજી,
બે માર્ગ છે સમજી શાણા, મન ભાવે તે કરતો જા,
સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૩)
મરવું તો જીવવાનું છોડો, ને જીવવું તો પછી મરવું શું?
સમજુ શાનમાં સમજી જાશે, જન્મ ધરીને કરવું શું?
"દાસ સતાર" કહે કર જોડી, ભવસાગરને તરતો જા,
સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.(૪)
No comments:
Post a Comment