કહુ છુ પ્રેમિ ઓ ભોળા મજા છે દુર રહેવા મા
સમીપે સંતાપો જાજા મજા છે દુર રહેવા મા
ઊગે આકાશે ભાનુ કમળનુ મુખડુ મલકે
રવિ ને સ્પર્શ વા કરતા મજા છે દુર રહેવા મા
બજે જયા બિન મીઠૂ ત્યાં ન હરણી આવજે પાસે
વિંધાવુ બાણથી પડશે મજા છે દુર રહેવા મા
ચકોરી દુર થી નાચે ન ઊડી ચદ્રને ભેટે
કલંકો દેખવા કરતા મજા છે દુર રહેવા મા
પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવુ
દિપક મા દાઝવા કરતા મજા છે દુર રહેવા મા
તજી ને ગોપી ઓ ઘેલી વસ્યા શ્રી કુષ્ણ દ્વારકા
પ્રભુએ પણ પીછાણ્યુ કે મજા છે દુર રહેવા મા
કહુ છુ પ્રેમી ઓ ભોળા મજા છે દુર રહેવા મા