સાધુ ભેખને સંતાપે તેને ધીક છે રે લોલ,
ધીક પડ્યો એની જનુંનીને કૂખ.
સાધુ ભેખને...
બાંધ્યો છૂટે નહિ બેહર સાધુ સંતથી રે લોલ,
પાપી પાખંડીનું પરું થાજો મુખ.
સાધુ ભેખને...
બોલે આડુ ને આઠો પોર આટકે રે લોલ,
દુબજા ને ભરેલ દે દુઃખ.
સાધુ ભેખને...
સુખ પરનું દેખીને પોતે બળે રે લોલ,
ભ્રષ્ટ અંગ બુધ્ધિહિણ ભૂંડો ભૂખ.
સાધુ ભેખને...
જખ મારે એ કળજુગના કૂતરા રે લોલ,
મિથ્યા ભસવા આપેલ છે મુખ.
સાધુ ભેખને...
અંતર મેલો સંતાપે છે સંતને રે લોલ,
કદી સપને ન આવે તેને સુખ.
સાધુ ભેખને...
સદગુરૂ પ્રતાપે સવો કહે રે લોલ,
મોઢે મીઠડા પેટમાં છે ચુંક.
સાધુ ભેખને...
No comments:
Post a Comment