Wednesday, July 4, 2018

વચન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી

વચન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી
દેખીને મારા નેણા ઠરે અમને એવા એવા એવા કોઈ સંત મળે...ટેક

સુખના સાગર અંતર ઉજાગર, પ્રેમ નેમની પારખ કરે રે જી
ગુરૂના શબ્દે સન્મુખ હાલી, અવિગતની ગત અંતર ધરે...એવા


નુરત નીવેડા દિયા નામના, સુરત શબ્દને જઇ વરે રે જી
શુન સેજ પર મળે કોઇ શુરા, આઠે પોર ત્યા અમી જરે...એવા

નાભિ કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલ જઇ નુર ભરે રે જી
ઇંગલા પિંગલા ઓર સુક્ષ્મણા, હિલ મીલ પિયુને પાયે પડે...એવા

નાદની જાલરી વાગે નિરંતર, રાગ છત્રીસ સુર ઝરે રે જી
શ્યામ રાધિકા રાસ રમે છે, દેખી દેવના કારજ સરે...એવા

ક્રિયાના પૂરા નહિ અધુરા, શુરા થઇને મેદાન ચડે રે જી
દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, ભવસાગરને સે'જે તરે...એવા

Vachan viveko sadhu saluna jene dekhine mara nena thare 

No comments:

Post a Comment