Tuesday, July 3, 2018

કરતા હરતા શ્રીં હોંકારી

કરતા હરતા શ્રીં હોંકારી, કાલીકાલરયણ કૌમારી;
શશિશેખરા સિધેશર નારી, જગ નીમવણ જયો જડધારી.
ધવા ધવળગર ધવ ધૂ ધવળા,
ક્રશના કુબજા કચયત્રી કમળા;
ચલાચલા ચામુંડા ચપલા,
વિકટાવિકટ ભૂ બાલા વિમલા.
સુભગા શિવા જ્યા શ્રી અંબા,
પરિયા પરંમાર પાલંબા;
પીશાચણિ શાકણિપ્રતિબંબા, અથઆરાધિજે અવલંબા.
સં કાલિકા શારદા સમયા, ત્રિપુરા તારણિ તારા ત્રનયા;
ઓહં સોહં અખયાઅભયા,
આઈ અજ્યા વિજ્યા ઉમયા.
છન્દ – ભુજંગી
દેવી ઉમ્મયા ખમ્મયા ઈશનારી,
દેવી ધારણ મુંડ ત્રીભુવન્ન ધારી;
દેવી શબ્બદો રૂપ ઓં રૂપ સીમા,
દેવી વેદ પારખ્ખ ધરણી વ્રહમ્મા.
દેવી કાલિકા માં નમો ભદ્રકાલી,
દેવી દુર્ગા લાઘવં ચારિતાલી;
દેવી દાનવાં કાળ સુરપાળ દેવી,
દેવી સાધકં ચારણં સિધં સેવી.
દેવી જખ્ખણી ભખ્ખણી દેવ જોગી,
દેવી નિર્મળા ભોજ ભોગી નિરોગી;
દેવી માત જાનેસુરી વ્રન્ન મેહા,
દેવી દેવ ચામુંડ સંખ્યાતિ દેહા.
દેવી ભંજણી દૈત સેના સમેતા,
દેવી નેતના તપ્પન જ્યા નેતા;
દેવી કાલિકા કૂબજા કામકામા,
દેવી રેણુકા સમ્મલા રામ રામા.
દેવ માલણી જોગણી મત્ત મેઘા,
દેવી વેધણી સુર અસુરાં ઉવેધા;
દેવી કામહી લોચના હામ કામા,
દેવી વાસની મેર માહેશ વામા.
દેવી ભુતડાં અમ્મરી વીશ ભૂજા,
દેવી ત્રીપુરાભેરવી રૂપ તૂજા;
દેવી રાખસં ધોમરે રક્ત રૂતી,
દેવી દુર્જ્જટા વિક્કાટા જમ્મદૂતી.
દેવી ગૌર રૂપાઅખાં નવ્વ નિધ્ધી
,દેવી સક્કળા અક્કળા સ્ત્રવ્વ સિદ્ધિ;
દેવી વ્રજ્જ વિમોહણી વોમ વાણી,
દેવી તોતલા ગુંગલા કત્તિયાણી.
દેવી ચંદ્રઘંટા મહમ્માય ચંડી,
દેવી વીહળા અન્નળા વડ્ડ વડ્ડી;
દેવી જમ્મઘંટાવદીજે જડંબા,
દેવી શાકણી ડાકણી રૂઢ શબ્બા.
દેવી કંટકાં હાકણી વીર કઁવરી,
દેવી માત વાગેશરી મહાગવરી;
દેવી દંડણી દેવ વેરી ઉદંડા,
દેવી વજ્જાયા જ્યા દૈતાં વિખંડા.
દેવી મંગળા વીજળા રૂપ મધ્ધે,
દેવી અબ્બળા સબ્બ્ળા વોમ અધ્ધે;
દેવી સ્ત્રગ્ગસૂં ઉત્તરી શિવ માથે,
દેવી સગર સુત હેત ભગિરથ્થ સાથે.
દેવી હારણી પાપ શ્રી હરિ રૂપા,
દેવી પાવની પતિતાં તીર્થ ભુપાં;
દેવી પુન્યરૂપં દેવી પ્રમ્મરૂપં,
દેવી ક્રમરૂપંદેવી ધ્રમ્મરૂપં.
દેવી નીર ધેખ્યાં અઘ ઓઘનાસે,
દેવી આતમાનંદ હૈયે હુલાસે;
દેવી દેવતા સ્રબ્બ તું માં નિવાસે,
દેવી સેવતે શિવ સારૂપ ભાસે.
દેવી નામ ભાગીરથી નામગંગા,
દેવી ગંડકી ગોગરા રામગંગા;
દેવી સર્સતી જમનાં સરી સિધ્ધા,
દેવી ત્રિવેણીત્રિસ્થલી તાપરૂધ્ધા.
દેવી સિન્ધુ ગોદાવરી મહીસંગા,
દેવી ગોમતી ઘમ્મળા બાણગંગા;
દેવી નર્મદાસારજૂ સદા નીરા,
દેવી ગલ્લકા તુંગભદ્રા ગંભીરા.
દેવી કાવેરી તાપિ કશ્ના કપીલા,
દેવી શોણ સતલજ્જ ભીમા સુશીલા;
દેવી ગોમ ગંગાદેવી વોમ ગંગા,
દેવી ગુપ્તગંગા શુચીરૂપ અંગા.
દેવી નિઝરણ નવે સો નદી નાળા,
દેવી તોય તે તવાં રૂપં તુહાળા;
દેવી મથુરા માઈયા મોક્ષદાતા,
દેવી અવંતી અજોધ્યા અઘ્ઘહાતા.
દેવી કહાં દ્વારામતી કાંચિ કાશી,
દેવી સાતપુરી પરમ્મા નિવાસી;
દેવી રંગ રંગેરમે આપ રૂપે,
દેવી ધ્રુત નૈવેદ લે દીપ ધૂપે.
દેવી રગ્ત બંબાળ ગળમાળ રૂંઢા,
દેવી મૂઢ પાહારણી ચંડ મુંડા;
દેવી ભાવ સ્વાદે હસંતે વકત્રે,
દેવી પાણપાણાંપિયે મદ્ય પત્રે.
દેવી સહસ્ત્ર લખં કોટીક સાથે,
દેવી મંડણી જુધ્ધ મૈખાસ માથે;
દેવી ચાપડે ચંડ ને મુંડ ચીના,
દેવી દેવદ્રોહી દુહૂ ધમી દીના.
દેવી ઘૂમ લોચન્ન હૂંકારધોંશ્યો,
દેવી જાડબામેંરગતબીજ શોષ્યો;
દેવી મોડિયો માથ નિશુંભ મોડે,
દેવી ફોડિયો શુંભ જીં કુંભફોડે.
દેવી શુંભ વિશુંભ દર્પાધછળિયા,
દેવી વેદ સ્ત્રગ થાપિયાદૈત દળીયા;
દેવી સંઘ સુરાંતણાં કાજસીધા,
દેવી ક્રોડ તેતીસ ઉચ્છાહ કીધા.
દેવી ગાજતા દૈત તા વંશ ગમિયા,
દેવી નવે ખંડ ત્રિભુવન તૂજ નમિયા;
દેવી વન્નમેં સમાધી સુરથ વ્રન્ની,
દેવી પૂજત આશપૂર્ણા પ્રસન્ની.
દેવી વંશ સુરથ્થરા દીહાવળિયા,
દેવી તવન તોરાકિયાં શોક ટળિયા;
દેવી મારકંડે મહાપાઠ બાંધ્યો,
દેવી લગો તવ પાયનો પાર લાધ્યો.
દેવી સપ્તમી અષ્ઠ્મી નોમનુજા,
દેવી ચોથ ચૌદશપૂનમ્મ પૂજા;
દેવી સર્સતી લખ્ખમી મહાકાળી,
દેવી કન્ન વિષ્ણુ વ્રહમ્મા કમાળી.
દેવી રગ્ત નીલંમણી સીતરંગ,
દેવી રૂપ અંબાર વિરૂપ અંગમ;
દેવી બાળ યુવાવૃધં વેષવાણી,
દેવી વિશ્વ રખવાળ વીશાં ભુજાળી.
દેવી વૈષ્ણવી મહેશી વ્રહમ્માણી,
દેવી ઈન્દ્રાણી ચન્દ્રાણી રનારાણી;
દેવી નારસિંઘીવરાહી વિખ્યાતા,
દેવી ઈલાઆધાર આસુર હાતા.
દેવી કૌમારી ચામુંડા વિજૈકારી,
દેવી કુબેરી ભૈરવી ક્ષેમકારી;
દેવી મૃગેશ વ્રખ્ખ હસ્તી મઈખે,
દેવી પંખ કેકીગરૂડ ધિરટ પંખે.
દેવી રથ્થ રેવંત સારંગ રાજે,
દેવી વિમાણં પાલખી પીઠ વ્રાજે;
દેવી પ્રેત આરૂઢ આરૂઢપદ્મં,
દેવી સાગરં સુમેરૂ ગુઢ સદ્મં.
દેવી વાહનં નામ કંઈ વપ્પવાળી,
દેવી ખગ્ગ શૂલંધરા ખપ્પરાળી;
દેવી કોપરે રૂપમેં કાલજેતા,
દેવી કૃપા રે રૂપ માતા જણેતા.
દેવ જગ્ત કર્તાર ભર્તા સઁહરતા,
દેવી ચરાચર જગ્ગ સબમેં વિચરતા;
દેવ ચારધામં સ્થલં અષ્ટ સાઠે,
દેવી પાવિયે એકસો પીઠ આઠે.
દેવી માઈ હિંગોળ પચ્છમ્મમાતા,
દેવી દેવ દેવાધિ વરદાન દાતા;
દેવી ગંદ્રપાંવાસ અબંદ ગ્રામે,
દેવી થાણ ઉડિયાણ શમશાણ ઠામે.
દેવી ગઢે કોટેગરન્નાર ગોખે,
દેવી સિંધુ વેલા સવાલાખ સોખે;
દેવી કામરૂ પીઠ અઘ્ઘોર કૂંડે,
દેવી ખંખરે દ્રુમે કશ્મેરખંડે.
દેવી ઉત્તરા જોગણી પર ઉજેણી,
દેવી ભાલ ભરૂચ્ચ ભજનેર ભેણી;
દેવી દેવ જાલંધરી સપ્તદીપે,દેવી કંદરે શખ્ખરે વાવ કૂપે.
દેવી મેટલીમાણઘૂમે ગરબે,
દેવી કાછ કન્નોજ આશામ અંબે;
દેવી સબ્બ ખંડે રસા ગીરિશ્રૂંગે,
દેવી વંકડે દુર્ગમે ઠા વિહંગે.
દેવી વમ્મરે ડુંગરે રન્ન વન્ને,
દેવી ચૂંબડે લિંબડે થન્ન થન્ને;
દેવી ઝંગરે ચાચરે ઝબ્બ ઝ્બ્બે,
દેવી અંબરે અંતરીખે અલંબે.
દેવી નિર્ઝરે તરવરે નગે નેસે,
દેવી દિશે અવદિસે દેશે વિદેશે;
દેવી સાગરં બેતડે આપ સંગે,
દેવી દેહરે ઘરે દેવી દુરંગે.
દેવી સગરં સીપમેં અમી શ્રાવે,
દેવી પીઠ તવ કોટિ પચ્ચાસ પાવે;
દેવી વેલસા રૂપ સામંદ વાજે,
દેવી વાદળાં રૂપ ગૈણાગ ગાજે.
દેવી મંગળા રૂપ તું જ્વાળમાળા,
દેવી કંઠલા રૂપ તૂં મેઘ કાળા;
દેવી અન્નલં રૂપ આકાશ ભમ્મે,
દેવી માનવાં રૂપ મ્રૂતલોક રમ્મે.
દેવી પન્નગાં રૂપ પાતાળ પેસે,
દેવી દેવતા રૂપ તૂં સ્ત્રગ્ગ દેશે;
દેવી પ્ર્મ્મરે રૂપપિંડ પિંડ પીણી,
દેવી સૂનરે રૂપ બ્રહ્માંડલીણી.
દેવી આતમા રૂપકાયા ચલાવે,
દેવી કાયા રે રૂપ આતમ ખિલાવે;
દેવી રૂપ વાસંત રે વન્નરાજે,
દેવી આગ રે રૂપ તૂં વન્ન દાઝે.
દેવી નીર રે રૂપ તૂં આગ ઠારે,
દેવી તેજ રે રૂપ તૂં નીર હારે;
દેવી જ્ઞાન રેરૂપ તૂં જગત વ્યાપી,
દેવી જગ્ત રે રૂપ તૂં ધર્મ થાપી.
દેવી ધર્મ રે રૂપ શિવશક્તિ જાયા,
દેવી શિવ શક્તિ રૂપેં સત્ત માયા;
દેવી સત્ત રે રૂપ તૂં શેષ માંહી,
દેવી શેષ રે રૂપ શિર ધરા સાહી.
દીએ ધરા રે રૂપ ખમયા કહાવે,
દેવી ખમ્મયા રૂપ તૂં કાળ ખાવે;
દેવી કાળ રે રૂપ ઉદંડ વાયે,
દેવી વાયુ જળ રૂપ કલ્પાંત થાયે.
દેવી કલ્પ રે રૂપ કલ્પાંત દીપે,
દેવી વિષ્ણુ રે રૂપ કલ્પાંત જીપે;
દેવી નિંદ રે રૂપ ચખ વિશન રૂઢી,
દેવી વિશન રે રૂપ તૂં નાભ પૂઢી.
દેવી નાભરે કમળ બ્રહ્મા નિપાયા,
દેવી બ્રહ્મ રે રૂપ મધુકીટજાયા;
દેવી રૂપ મધુકીટ બ્રહ્મા ડરાયે,
દેવી બ્રહ્મ રે રૂપ વિષ્ણુજગાયે.
દેવી વિષ્ણુ રે રૂપ જંઘા વધારે,
દેવી મુકુંદ રે રૂપ મધુકીટમારે;
દેવી સાવિત્રીગાયત્રી પ્રમ્મ વ્રમ્મા,
દેવી સાચ તણ મેલિયા જોગ સમ્મા;
દેવી શૂની રે દૂધ તેં ખીર રાંધી,
દેવી મારકંડ રૂપ તે ભ્રાંતબાંધી;
દેવી મંત્ર મૂલં દેવી બીજબાલા,
દેવી વાપણી સ્ત્રબ્બ લીલાવિશાલા.
દેવી આદ અન્નાદ ઓંકાર વાણી,
દેવી હેક હંકાર હ્રીંકાર જાણી;
દેવી આપહી આપ આપાં ઉપાયાં,
દેવી જોગ નિંદ્રા ભવં તીન જાયાં.
દેવી મન્નછા માઈયા જગ્ગ માતા,
દેવી બ્રમ્મ ગોવિંદ શંભુ વિધાતા;
દેવી સિધ્ધિ રે રૂપ નવ નાથસાથે,
દેવી રિધ્ધિ રે રૂપ ધનરાજ હાથે.
દેવી વેદ રે રૂપ તું બ્રમ્મ વાણી,
દેવી જોગ રે રૂપ મચ્છંદ્ર જાણી;
દેવી દાન રે રૂપ બળરાવ દીધી,
દેવી સત્ત રે રૂપ હરચંદ સીધી.
દેવી રઢ્ઢ રે રૂપ દશકંધ રુઠી,
દેવી શીલ રે રૂપ સૌમિત્ર ત્રૂઠી;
દેવી શારદા રૂપ પીંગલ પ્રસન્ની,
દેવી માણ રે રૂપ દુર્જોણ મન્ની.
દેવી ગદારે રૂપ ભૂજભીમ સાઈ,
દેવી સાચ રે રૂપ જુહિઠલ્લ ધ્યાઈ;
દેવી કુંતિ રેરૂપ તેં કર્ણ કીધાં,
દેવી શાસત્રાંરૂપ સૈદેવ સીધા.
દેવી બાણ રે રૂપ અર્જુન બન્ની,
દેવી દ્રૌપદી રૂપ પાંચાં પતન્ની;
દેવી પાંચહી પાંડવા પરે ત્રૂઠી,
દેવી પાંડવી કૌરવાં પરે રુઠી.
દેવી પાંડવં કૌરવાં રૂપ બાંધા,
દેવી કૌરવાં ભીમ રે રૂપ ખાધા;
દેવી અર્જુણ રૂપ જેદ્રથ્થ માર્યો,
દેવી જેદ્રથ્થં રૂપસૌભદ્ર ટાર્યો.
દેવી રેણુકા રૂપ તેં રામ જાયા,
દેવી રામ રે રૂપ ખત્રી ખપાયા;
દેવી ખત્રિયાંરૂપ દુજરામ જીતા,
દેવી રૂપ દુજરામ રે રગ્ત પીતા.
દેવી રગ્ત રે રૂપતૂં જગ્ત જાતા,
દેવી જોગણી રૂપ તું જગ્ત માતા;
દેવી માતરે રૂપ તૂં અમી શ્રાવે,
દેવી બાળ રે રૂપ તૂં ખીર ધાવે.
દેવી જસ્સુદા રૂપ કાનં દુલારે,
દેવી કાનરે રૂપ તૂં કંસ મારે;
દેવી ચામુંડા રૂપ ખેતલ હુલાવે,
દેવી ખેતલા રૂપ નારી ખિલાવે.
દેવી નારિ રે રૂપ પુરુષાં ધુતારી,
દેવી પુરૂષાં રૂપ નારી પિયારી;
દેવી રોહણી રૂપ તૂં સોમ ભાવે,
દેવી સોમ રે રૂપ તૂં સુધા શ્રાવે.
દેવી રૂકમણી રૂપ તૂં કાન સોહે,
દેવી કાન રે રૂપ તૂં ગોપી મોહે;
દેવી સીતરે રૂપ તૂં રામ સાથે,
દેવી રામ રે રૂપ તૂં ભગ્ત હાથે.
દેવી સાવિત્રીરૂપ બ્રહ્મા સોહાણી,
દેવીએ રામ રે રૂપ તૂ નિગમ વાણી;
દેવી ગીરજા રૂપ તૂં રુદ્રરાતા,
દેવી રુદ્ર રેરૂપ તૂં જોગ ધાતા.
દેવી જોગ રે રૂપ ગોરખ્ખ જાગે,
દેવી ગોરખં રૂપ માયા ન લાગે;
દેવી માઈયા રૂપ તેં વિષ્ણુ બાંધા,
દેવી વિષ્ણુ રે રૂપ તેં દૈત ખાધા.
દેવી દૈત રે રૂપ તેં દેવ ગ્રહિયા,
દેવી દેવ રે રૂપ કૈ દનુજ દહિયા;
દેવી મચ્છ રે રૂપ તૂં શંખ મારી,
દેવી શંખવા રૂપ તૂં વેદ હારી.
દેવી વેદ શુધ વાર રૂપે કરાયા,
દેવી ચારણાં વેદ તે વાર પાયા;
દેવી લખ્ખમી રૂપ તેં ભેદ દીધા,
દેવી રામ રે રૂપ તેં રતન લીધા.
દેવી દશરથં રૂપ શ્રવણં વિડારી,
દેવી શ્રવ્વણંરૂપ પિતુ માત તારી;
દેવી કેકયી રૂપ તેં કૂડ કીધા,
દેવી રામ રે રૂપ વનવાસ લીધા.
દેવી મૃગ્ગ રેરૂપ તેં સીત મોઈ,
દેવી રામ રે રૂપ પરાધ હોઈ;
દેવી બાણ રે રૂપ મારીચ મારી,
દેવી માર મારીચ લખણં પુકારી..

No comments:

Post a Comment