Tuesday, July 3, 2018

ખાખમેં ખપી જાના બંદા માટી સે મિલ જાના

ખાખમેં ખપી જાના બંદા માટી સે મિલ જાના;
તુમ મત કરો અભિમાનાએક દિન પવન સે ઊડી જાના… ટેક
સ્વપ્ન મિટ્ટીકા મહેલ બનાયામૂર્ખ કહે ઘર મેરા,
જમડા આવશે જીવ લેવાનહીં પૂછે ઘર તેરા… ખાખમેં..
લીલા પહેરોપીળા પહેરોપહેરો પિતાંબર સાચા,
રૂપિયાનું ગજ મસરૂ પહેરોતો યે મરણ કેરી આશા… ખાખમેં..
સોનાએ પહેરોરૂપાએ પહેરોપહેરો ઝગમગ સાચા;
વારી વારીએ મોતી રે ઠાંસોતો યે મરણ કેરી આશા… ખાખમેં..
હાથીસે ચલતાઘોડેસે ચલતાચલતા નોબત નિશાના,
લીલીએ પીળી ખેરખ ચલતીતોયે મરણ કેરી આશા… ખાખમેં..
માતા તારી જન્મ રૂએરૂએ બેની બારે માસા;
ઘર કેરી તીરીયા તેર દિન રૂએફેર કરે પર આશા… ખાખમેં..
એક દિન જીવો દો દિન જીવો જીવો વરસ પચાસા;
કહત કબીર સુનો મેરે સાધુતો યે મરણ કેરી આશા… ખાખમેં..

No comments:

Post a Comment