Thursday, July 26, 2018

સાંઈ મુજા મેરુ રે કરો તો હમકો ઐસા ગુરુજી મિલત હૈ

નિરખી લવ નેણું માં ભરપુર,
દલડે થી જાણું નહી જરાય દૂર,
સાંઈ મુજા મેરુ રે કરો તો,
હમકો ઐસા ગુરુજી મિલત હૈ...


કોણ તારી વાડી દાતા,કોણ વિસ્તારા,
કોણ રે ડાળી ને કોણ એના મૂળ.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

સત મોરી વાડી દાતા,વચન વિસ્તારા,
દયા રે ડાળી ને ધરમ એના મૂળ.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

પાછા રે પગલા, નહી ભરુ,
પંથ થોડો ને, જાવું ઘણે દૂર.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

સાંઈ નાં પ્રતાપે "શેલાણી" બોલ્યા,
આ હીરલો મળ્યો મોંઘેરો મૂલ.
સાંઈ મુજા મેરુ રે કરો તો.


Saai Munja meru re karo to hamko aisa guru ji milat hai

3 comments:

  1. સોલંકી સાહેબ ચેલાણી સાહેબ ના શિષ્ય હમીર સાહેબ એમનું ભજન છે આપને વિનંતિ છે સુધારો કરવા🙏

    નમા ચરણ નીચે પ્રમાણે છે.

    ચેલાણી ના ચરણે બોલ્યા હમીર સાઈ,
    હિરલો જડ્યો મોંઘેરા મુલ રે.
    સાઈ મેરુ કરો તો....

    જય ગુરુ મહારાજ

    ReplyDelete
  2. હિનાબેન હિરાણી 8169621686 સાચુ

    ReplyDelete