Thursday, December 6, 2018

ચેલૈયો સત ના ચૂકે

ભાગુ તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે નઈ ભાર
મેરુ સરીખા ડોલવા લાગે આકાશ ને પાતાળ … 
મેરામણ ..મેરામણ માઝા મૂકે ચેલૈયો સત ના ચૂકે

મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા ને દીધા કરણે દાન
શિબી રાજાએ એની જાંગ ને કાપી ત્યારે મળ્યા ભગવાન..
મેરામણ મેરામણ માઝા મૂકે ચેલૈયો સત ના ચૂકે
દધિચી ઋષી દેવ દયા છે વાહલુ કરતા વચન
કુવાડે એના અંગડા કાયપા મળ્યા નહિ દયાના સાગર ..
મેરામણ …મેરામણ માજા મૂકે ચેલૈયો સત ના ચૂકે

શિર મળે પણ સમય મળે નહિ સાધુ છે મેહમાન
અવસર આવ્યે પાછા ન પડીયે કાયા થાઈ કુરબાન ..
મેરામણ…મેરામણ માઝા મૂકે ચેલૈયો સત ના ચૂકે

ભાગુ તો મારી ભોમકા લાજે ને ભોરિંગ જિલે નહિ ભાર
મેરુ સરીખા ડોલવા લાગે આકાશ ને પાતાળ ..
મેરામણ …મેરામણ માઝા મૂકે …ચેલૈયો સત ના ચૂકે

No comments:

Post a Comment