ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)
હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે ….
પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું …. ઘડવૈયા મારે ….
ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… ઘડવૈયા….
બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું… ઘડવૈયા……
કપટી જગતના કૂડાકૂડ રાગથી, ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં, શૂરો પૂરો સરજાવું… ઘડવૈયા……
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું… ઘડવૈયા……

મૂળકવિ ને સાદર પ્રણામસઃ ક્ષમાપ્રાથી આજ ની સચ્ચાઈ વર્ણવી છે
ReplyDeleteમારે #ગાંધીજી નથી થાવું ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું
સરહદે જેની છાતી વિંધાણાં શહીદ ના પાળિયા થઈને પૂજાવું
ટોચ મા ટાંચણું લઈ ભાઈ ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું
ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું...
કોમી એકતા ના રોદણાં રેલીમાં નથી રે પૂજાવું
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવું
ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું...
ખાદી ની ટોપી અને ધોતિયા માં મારે વાઘામાં નથી વીંટળાવું
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા રાષ્ટ્રઘ્વજે ઓઢીને સુઈ જાવું
ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું...
ગંગા જમુના ની તહજીબ નથી ભણવી માટે
નમતી સાંજે કોઈ પીડિતાના ટીપા આંસુડાએ નાવું
ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું...
ગાંધી આશ્રમમાં બેસવું નથી મારે ખુલ્લા રણમાં જાવું
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઈને ખોડાવું
ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું...
કપટી કોંગ્રેસીના ખોટા દેશભક્તિ રાગથી ફોગટ નથી રે ફુલાવું
શહીદો બોલે એવા સિંધુડા રાગમાં શૂરોપૂરો સરજાવું
ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું...
એડવિના પટાવે એવા નહેરુના ના મારે ગુલામ નથી થાવું
ભારત માતા ના ઘૂંટ્યા રુદામાં એને ‘દાદ’ ઝાઝું રંગાવું
ઘડવૈયા મારે #ગાંધીજી નથી થાવું...