Tuesday, May 29, 2018

છુમ છુમ બાજે ઘૂઘરીયા

છુમ છુમ બાજે ઘૂઘરીયા,છબ દિખલાવે કહાનાં,
મેરે ઘર આએ આએ મેરે ઘર આએ.
રેન અંધેરી ચંદ્ર સ્વરુપી આ ગએ આ ગએ,
નાત જશોદા ઔર હમ સબકો ભા ગએ ભા ગએ,
કાંધે કાલી કામલિયા બંસી બજાવે કહાના,
નયન નચાતે આયેં મેરે ઘર આએ.
સુનકર બંસી સખીયાં શુધ્ધબુધ્ધ ખો ગઈ ખોઈ ગઈ,
દરશન કરકે મેં તો પાવન હો ગઈ,હો ગઈ,
અયસે પ્યારે સાંવરીયાં,મુખ મલકાવે કા’હના,
ભાગ્ય જગાતે આયે મેરે ઘર આએ.
શ્રાવણ વદ આઠમ કી રેન સોહામણી સોહામણી,
આનંદ મંગળ ગાએ,સબ ગજ ગામિની ગામિની,
ઝરમર બરસે મેહુલીયા, "ભક્તજન" ગુન ગાવે,
રંગ ઉડાતે આએ મેરે ઘર આએ.

આપણી કમાયું આપણે જાળવો

આપણી કમાયું આપણે જાળવો 
નુગરા ભલે ને લુટાય વીરા મારા રે... ટેક
રેણીના રખોપે રે ધરમ શીર ધારવો
કરણીથી સુધરી લેજો કાજ વીરા મારા રે...૧
વાતુ રે કરે વડાં નહી નીપજે
માથે છે મરણ કેરી ઘાત વીરા મારા રે...૨
નર રે અધુરાથી આરત નવ કીજીયે
એતો તનમાં ઉપજાવે તાપ વીરા મારા રે...૩
પામરથી પ્રીતુ રે કદી નવ કીજીયે
સમજીને રહીયે ત્યાંથી છેટા વીરા મારા રે...૪
સાચાથી સ્નેહ એતો સુખ સાયબી
ત્યાં અરસ પરસ દીલ દઈએ વીરા મારા રે...૫
દાસ રે "બળદેવ" એમ દાખવે
રાખજો ગુરુ ચરણમાં ચિત વીરા મારા રે...૬

મઢીમાં અવીનાશી અવધુત

કોઈ નીરખી લ્યો નીજ સ્વરુપ,મઢીમાં અવીનાશી અવધુત...ટેક
ખલક ખલકો તન તુંબડી,માંહી બિરાજે મુની રે,
અગમ અગોચર આસન રખકે,જગ્યા પકડી સુની...
મઢીમાં અવીનાશી...
રંકા વંકા ને કેવળ કુબા,મસ્ત જ્યા મીરાંબાઈ રે,
દ્ત કબીર ભરથરી ગોરખે,એહી મુરત ઓળખાઈ...
મઢીમાં અવીનાશી...
ગુરુ ગમસે ગોતી લેજો,અજબ લગાવો ધુન રે,
બોલે છે તેને પાારખી લેજો,એહી મુરત છે જુની...
મઢીમાં અવીનાશી...
એહી મુરત કો જરા મરણ નહી,નહી રુપ નહી છાયા રે,
મઢીયે મઢીયે આસન ઉનકા,વીરલે દરલયશન પાયા...
મઢીમાં અવીનાશી...
મેં જાચક સદગુરુ ચરણકા,"દાસ સવે" ગુણ ગાયા રે,
સ્વામી ફુલગરજી સંત ભેટતા,એહી મુરત ઓળખીયા...
મઢીમાં અવીનાશી...

ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથને રે જી

ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથને રે જી
અવર કોઈનો આવે નહી ઈતબાર રે હાં...ટેક
દિલની દરશાવું રે સુણી લેજો શામળા રે જી
રુદીયામાં રોવું દિન ને રાત રે હાં-૧
ધણી મેં તો ધાર્યા...
આદીનો નાતો રે નવો નથી નાથજી રે જી
ખૂટલ અમારો ખોટો કરે છે ખેદ રે હાં-૨
ધણી મેં તો ધાર્યા...
મળી છે નિશાની રે રામા તારા નામની રે જી
લાગી એમાં સુરત અખંડ એકતાર રે હાં-૩
ધણી મેં તો ધાર્યા...
શબ્દ સ્વરુપે રે સંદેશો અમે ઝીલતા રે જી
હવે જોયું નજરે પ્રત્યક્ષ પ્રમાણ રે હાં-૪
ધણી મેં તો ધાર્યા...
અલખના અજવાળે રે આનંદ ઘણો અંગમાં રે જી
વારે વારે શું કરુ વાલમ વાત રે હા-૫
ધણી મેં તો ધાર્યા...
દાસ "બળદેવ" કહે છે રે દીલડું નથી ડોલતું રે જી
ધણી તમારુ નિશ્ચે થયું છે નામ રે હાં-૬
ધણી મેં તો ધાર્યા...

ખોડલમાં તુ ખમકારી.

અમારો સાદ સુણીને સીધાવતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
નવઘણ આવયો વરુડીના નેહડે જગદંબા ને લળી લળી ને લાગયો છે પાય
પછી હેતથી આઇ એ હાથને લાંબા કરયા વીર નવઘણના ઓવારણા લેતી આઇ
તેદી વરુડી બનીને માં વીનવતી તી રે નવઘણના ઘૉડલા વાળતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
ચુલે ચડાવી જગદંબા એ નાની એવી કુલડી એમા અખુટ દુધડા ઊભરાય
પછી વાલથી ખવરાવે નવઘણ વીર ને માં નુ હૈયુ હેતથી ઉભરાય...
તેદી પ્રેમથી દુધડા પીવડાવતી તી રે માં કુલળીમા કટક ને જમાડતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
નવઘણ કહે હાલ્યો હું સીંધમા મને આદો છે દરિયો અપાર
હવે જગદંબા મારગ બતાવજે તુ છે મારી મગરવાળી માં
તેદી ચકલી બનીને ભાલે આવતી તી રે માં દરિયામા ઘૉડલાને વારતી તી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ ખોડલમાં રે ખમકારી...
જંગ મા નવઘણને જીતાવી ને જગદંબા એ મારયો છે સુમરો હમીર
બંધી ખાનેથી બહેન જાહલ ને છોડાવી પછી સુખના વાયા સમીર
તેદી ચારણ નંગા ની ભીડ ભાગતી તી રે માં લાજુ સોરઠની રાખતી તી રે માં ખોડલમાંતુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...

જ્ઞાની ગુરૂ મળીયા રે,ગોળી મારી જ્ઞાન તણી

જ્ઞાની ગુરૂ મળીયા રે,ગોળી મારી જ્ઞાન તણી,
કંચન કાયા કીધી રે,ગુરૂ તો મારા પારસમણિ.૧
હું તો જનમની આંધળી,મને ગુરૂએ આપી આંખ,
ગુરૂ ચરણનું અંજન આંજ્યુ,તો મટી ગઇ સહું ઝાંખ,
આંખો ખોલી જોયું રે,ઘટઘટ માંય બેઠો અલખ ધણી.૨
ગુરૂના ગુણને હું શું ગાવું,એ ગુણનો ન આવે પાર,
ગુરૂ તો મારા આંખની જ્યોતિ,ગુરૂ હ્દયના હાર,
ગુરૂ દયાળુ દેવા રે,ગુરૂ દક્રુપા તો ઘણી રે ઘણી,૩
તન મન ધન,સદગુરૂને અરપણ,હું તો ગુરૂની દાસ,
ગુરૂ ગરીબ નિવાજ અમારા,પૂરે ગરીબોની આશ,
ગુરૂ ચરણમાં રહેવું રે,ગુરૂ તો મારા ધિંગા ધણી.૪
ગુરૂના દરશન કરતાં નિશદિન,અડસઠ તીરથ થાય,
દાસ ‘સતાર’ ગુરૂની સેવા કરતા,હૈયે હરખ ન માય,
ગુરૂ અમારા પ્રેમી રે,પીધી છે પ્યાલી પ્રેમ તણી.૫

નાથ તેરી અકલીત માયા, તેરા ભેદ કીસી ને ન પાયા

નાથ તેરી અકલીત માયા, તેરા ભેદ કીસી ને ન પાયા.
જો સમજા સો હુવા દીવાના, જો મુરખ સો ડાયા.
તુજસે મીલીયા સબસે બીગડા, કૈસા રંગ જમાયા ...
નાથ તેરી અકલીત માયા....
ખરે મારગે સંત સીધાવે, જૂઠે સબ કોઈ ધાયા.
નજર બંધી કા ખેલ જગત મે, તુને ઠીક બનાયા....
નાથ તેરી અકલીત માયા.....
સત ચલે વો સબ કો વેરી, પાખંડી શીર છાયા,
જ્ઞાની કી કોઈ બાત ન માને, જુઠે મે જગ ભરમાયા....
નાથ તેરી અકલીત માયા....
સ્વર્ગ નરક ઓર દેવ લોક મે, તુહી આપ સમાયા,
તુજ બીન મુજકો તીન લોક મે, કોઇ નજર ન આયા....
નાથ તેરી અકલીત માયા....
સબ કે ધટ મે તુહી પ્રગટ હૈ, તેરી સબ છાયા,
''અનવર'' તેરા જુના સંગી, ફીર મીલન કો આયા....
નાથ તેરી અકલીત માયા....

હાલો મારા હરીજનની હાટડીએ

વૈરાગ તો લાગ્યો ગુરુની વાતડીયે
હાલો મારા હરીજનની હાટડીએ...
હીરલાની વણજુ તમે કરો રે વેપારી
ખોટ નહી આવે તારી ગાંસડીએ...
હાલો મારા હરીજનની...
પ્રેમના પાલવડા તમે પહેરો રે સુહાગણ
રંગ તો લાગ્યો રે જીવનની ભતડીએ...
હાલો મારા હરીજનની...
નાથજી મેં તો તમને દલ ભરી નીરખ્યાં
અનુભવ કીધો મારીં આંખડીએ...
હાલો મારા હરીજનની...
દાસ રે "હોથી"ને ગુરુ મોરાર મળ્યાં
તાળી રે લાગી અમને સમદરીયે...
હાલો મારા હરીજનની...

હે મારો રામ રમે સોગઠે રે

હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,
હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)
હે પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ,
તિલક તાણીયાં રે,તિલક તાણીયાં રે,
હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)
હે બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ,
ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયાં રે,
હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)
હો ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈ,
વાલી માર્યો રે,વાલી માર્યો રે,
હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)
હે ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈ,
રાવણ માર્યો રે,રાવણ માર્યો રે,
હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)
હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,
હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને રે

રામાપીર ની સમાધીયું ગળાય રે,
કોઇ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને રે......
એવી માલણ રે લાવે રૂડા ફુલડાં રે જી,
ઇ ફુલડાંમાં સુગંધ નહી હોય રે,
કોઇ રોકી લ્યો.....
માતા મિનળદે ઝાલે રે ઘોડાનાં પેંગડા રે જી,
નેતલદે ઝાલી છે લગામ રે,
કોઇ રોકી લ્યો.....
વિરમદેવ રૂવે રંગમહેલમાં રે જી,
ડેલીએ રૂવે છે દિવાન રે,
કોઇ રોકી લ્યો.....
હાટે રે રૂવે છે હાટ વાણીયા રે,
ચોરે રૂવે ચારણ ભાટ રે,
કોઇ રોકી લ્યો.....
હરીના ચરણે રે હરજી ભાટી બોલીયા રે જી
દેજો અમને તમારા ચરણે વાસ રે,
કોઇ રોકી લ્યો....

બિગડે સો બન જાવે,સમજકર બિગડે સો બન જાવે.



બિગડે સો બન જાવે,સમજકર બિગડે સો બન જાવે. ટેક
હમ બિગડે તુમ બિગડો, ભાઈ સદગુરુ સત સમજાવે,
સમજે બિના બગડે જો કોઈ,આખર ધૂલ કો પાવે...૧
બિગડે સો બન જાવે...
નીતિ રીતિ સે જબ દૂધ બિગડે,દહીં હોકર રહે જાવે,
દહીં પર સાચી મહેનત કરો તો,મસ્કા ઝટ તીર આવે...૨
બિગડે સો બન જાવે...
આગ લગે મસ્કે કે નીચે,તબ વો ઘી હો જાવે,
"દાસ સતાર" કહે સમજાકર,સમજુ કો સમજાવે...૩
બિગડે સો બન જાવે...

મોરી નીંદ ગઈ મોહે ચયન નહી

મોરી નીંદ ગઈ મોહે ચયન નહી,
ગયે શ્યામ તો કુબજા પાસ રે, દર્શ બિના ભઈ બાવરીયા.૧
કુબ્જાને કુચ્છ કામણ કીના,શ્યામ કો બસ કર લીના,
વિર્હા અગન ફુંકત હય સીના,કિસ બિધ હોગા જીના,
કોઈ જાય કહો પિયુ પાસ રહો,મોરે મન કી પુરો આશ રે,
ઘર આવો મેરે સાંવરીયા.૨
ઘર કી પ્રીત પસંદ નહી આઈ,કીની પ્રિત પરાઈ,
ગોરી રાધા કો બિસરાઈ,કાલી કુબજા ભાઈ,
સખી રી કાલી કુબજા ભાઈ,
ઓ નટવર નાગર આનંદ સાગર,મંય હું ચરન કી દાસ રે,
આવો બજાવો બાંસુરીયા.૩
"દાસ સતાર" કહે દર્શ દિખાવો,શ્યામ સુંદર ઘર આવો,
સુને પડે હય ગોપ ગોપિયાં,નાથ દયા કુચ્છ લાવો,
આવો નાથ દયા કુચ્છ લાવો,
ગોકુળ સુના મધુબન સુના,હય સુના યમુના સુના, હય સુના યમુના ઘાટ રે,
સુની ફિરત હય ગાવરિયા.૪

શિવજતિ ગોરક્ષ ગુરુ ગિરનારી.

શિવજતિ ગોરક્ષ ગુરુ ગિરનારી.
દત દાતાર બાબા જય હો તુમ્હારી...ટેક
તુમને પવીત્ર યહ ધામ બનાયા
ઋષિ મુનીયો કો નિકટ બસાયા
શરણાગત કી કરી રખવારી.....
શિવજતિ ગોરક્ષ...
નવનાથો કી હય તપોભૂમિ
સોધ્ધ ચોર્યાશી કી જલતી હૈ ધુની
માં અંબા કી હૈ બલીહારી....
શિવજતિ ગોરક્ષ....
ચોસઠ યોગીની બાવન વીરા
ધ્યાન ધરત હૈ સિધ્ધ રણધીરા
દર્શનસે પાવત ફલ ચારી....
શિવજતિ ગોરક્ષ....
તુમ્હારી શરણ મે જો કોઇ આતા
ભવ બંધન ઉનકા છૂટ જાતા
વિનંતિ સુનો અબ નાથજી હમારી
શિવજતિ ગોરક્ષ...
ગોપીચંદ ભૂર્તૂહરી આયે
તપ કર કે સિધ્ધ આસન પાયે
નાથ ત્રિલોકને અરજ ગુજારી
શિવ જતિ ગોરક્ષ ગુરુ ગિરનારી.

દેશી રે મળે રે આપણા દેશના

પગ રે વિના નુ પંથે હાલવુ, જાવુ મારે ગુરુજી ને દેશ
દેશી રે મળે રે આપણા દેશના
પહોચાડે ગુરુજી ને સંદેશ..ટેક
પાયા રે પ્યાલા ગુરુ એ પ્રેમ ના, આવ્યા કાંઈ અમી ના ઓડકાર
વચન બાણ ગુરુ એ માર્યા,
લાગ્યા રુદિયા મોજાર...
પગ રે વિનાનુ...
મન તો ચડયુ રે ગુરુજી માળીયે, સુરતા ચડી છે આસમાન
સુરતા રાણી એ ત્રાપા નાખ્યા ,
દિધા તખત પર નિશાન..
પગ રે વિનાનુ...
અંતર ના પડદા ગુરુ એ ખોલ્યા , થઈ છે આનંદ લીલા લહેર
અખંડ સમાધી લાગી દેહ મા
ચડી ગઇ શુન શિખર મોજાર....
પગ રે વિનાનુ...
આ રે કાયા મા મીઠી વિરડી , પાણીલા ભરે છે પનિહાર
કાંઠે રે ઉભો એક જોગીડો
લીધો છે વૈરાગી નો વેશ...
પગ રે વિના નુ...
આ રે પંથે હાલવુ દોયલુ ,
નથી ત્યા કોઇ નો સંગાથ
દાસ રે અંબારામ આવુ બોલ્યા,
સદગુરુ ભેટયા શિવરામ...
પગ રે વિનાનુ...

ગુણપતિ આવો‚ રિદ્ધિ સિદ્ધિ લાવો‚ નિરભે નામ સુણાવો

ગુણપતિ આવો‚ રિદ્ધિ સિદ્ધિ લાવો‚ નિરભે નામ સુણાવો‚
ગુરુજી ! નિરભે નામ સુણાવો‚
સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી…
હે જી કોઈ મિલે આપણા દેશી…૦
રતન સાગરમાં રતન નિપજે‚ મહાસાગરમાં મોતી‚
ગુરુ ! મહાસાગરમાં મોતી‚
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી…
હે જી કોઈ મિલે આપણા દેશી…૦
કોઈ વો’રે ત્રાંબા ને પીત્તળ‚ મારા સતગુરુ વો’રે સાચા હીરલા‚
મારા ગુરુજી વો’રે સાચા હીરલા..
સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી…
હે જી કોઈ મિલે આપણા દેશી…૦
કોઈ વો’રે સોનાને ચાંદી‚ મારા સતગુરુ વો’રે સાચાં મોતીડાં‚
મારા ગુરુજી વો’રે સાચાં મોતીડાં.
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી…
હે જી કોઈ મિલે આપણા દેશી…૦
જોધા પ્રતાપે ભણે "ભવાનીદાસ"‚ નેક ટેકમેં રહેના‚
મેરે ભાઈ ! નેક ટેકમેં રહેના‚
સંતો નેક ટેકમેં રહેના…
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી…
હે જી કોઈ મિલે આપણા દેશી…

આવો તો આનંદ કરીયે બાવાજી

આવો તો આનંદ કરીયે બાવાજી,નય આવો તો પત જાય જી
ગરવા માયલા નાથજી,આવે આવસરીયે આવજો....ટેક
કાયા માં કાળીંગો વ્યાપ્યો,થોળે થોળે ખયજો
હું રે સુહાગણ સુંદરી,મારે તમારો આધાર જો...
ગરવા માયલા નાથજી...
ખાંડુ ખડગ હાથમાં લીધા,ભાગ્યો કાળીંગો જાય જો
ભાગુ તો નાથ ઉગરુ,ગુરુજી કરો ને સહાય જો...
ગરવા માયલા નાથજી...
અંતર ના વાજા વાગ્યા,વ્રેમાંડ જાવુ તારી વાટ જો
ભવસાગર માં બુડતા મારા,ગુરુએ પકડી બાંય જો...
ગરવા માયલા નાથજી...
વેલનાથ તમારા બાથમાં,બાજીગરનો ખેલ જો
વેલાબાવા ચરણે બોલ્યા"રામૈયો",ગુરુ ચરણોમાં દેજો વાસ...
ગરવા માયલા નાથજી...

પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા ગજાનન

પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ પહેલા….
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથકી ગણેશા
હે જી સર્વ સ્થળે સરવાળા...પ્રથમ પહેલા
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા હરો , સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા ઉરમાં કરો અજવાળા
પ્રથમ પહેલા…

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.

ચુંદલડી નહી ઓઢું મારારાજ રે

ચુંદલડી નહી ઓઢું મારારાજ રે
ચુંદલડીમાં પાડી છે કસુંબલ ભાત
મીરાંબાઈ ને રાણોજી મનાવવા ને જાય,
ચુંદલડી ઓઢીલ્યો મીરાંબાઈ,
ચુંદલડીમા અતર ભીની છે ભાત.
ચુંદલડી નહી ઓઢું...
મીરાંબાઈને સસરાજી મનાવવા ને જાય,
ચુંદલડી ઓઢીલ્યો મીરાંબાઈ,
ચુંદલડીમા મોરલીયાની છે ભાત.
ચુંદલડી નહી ઓઢું...
મીરાંબાઈને સાસુજી મનાવવાને જાય,
ચુંદલડી ઓઢીલ્યો મીરાંબાઈ,
ચુંદલડીમા ચોખલીયાની છે ભાત.
ચુંદલડી નહી ઓઢું...
મીરાંબાઈને ક્રુષ્ણજી મનાવવાને જાય,
ચુંદલડી લાવો દિનાનાથ,
ચુંદલડીમા વાલપની છે ભાત.
ચુંદલડી નહી ઓઢું...

તમને જાઝી રે ખમ્માયું પીર રામા

તમને જાઝી રે ખમ્માયું પીર રામા
તમને જાઝી રે ભલાયું પીર રામા
તમે ઘેર અજમલરાં જાયા હો જી...
પીરનાં લીલુડાં નીશાન ફરકે,રામાના....(૨)
તને દુનીયાં સારી નિરખે હો જી...
તમને જાઝી ખમ્મા...
પીરના ઢોલ નગારા વાગે,રામાના...(૨)
મારા રામા ધણીના આગે હો જી...
તમને જાઝી ખમ્મા...
પીરે ભેરવો રાક્ષસ માર્યો,રામાયે...(૨)
પલમાં દૈત્ય સંહાર્યો હો જી...
તમને જાઝી ખમ્મા...
પીરના "હરજી ભાટી" ગુણ ગાવે,રામાનાં...(૨)
તારા ચરણે શીશ નમાવે હો જી...
તમને જાઝી ખમ્મા...

જેની ઘેરે સદગુરુજી ના વાસા ઉજાલા એના આંગણા

જેની ઘેરે સદગુરુજી ના વાસા
ઉજાલા એના આંગણા...
જેની ઘેર...
ગંગા જમના વસે નીત ત્યાઈ ત્રીવેણી
ત્રીવેણી કરે ત્યા તમાશા...
જેની ઘેર...
રિધ્ધી સિધ્ધી આળોટે ઘરમાં
અન્નપૂર્ણા કરે નય પગ પાછા...
જેની ઘેર...
તીરથ સઘળા ઘર ગોતી આવે
તત્વ કરે તમાશા...
જેની ઘેર...
ગુરુ પ્રતાપે "બાલગીરી" કહે છે
એને નહી પછી કોઈની આશા...
જેની ઘેર...

વાલા સીતાજી જગાડે શ્રીરામને

વાલા સીતાજી જગાડે શ્રીરામને
જાગો તમે રઘુકુળના રાજા...
સાદ કરુ કોઈ ના સાંભળે,
વાલા વાયા છે વાણાં...
સીતાજી જગાડે...
વાલા સપનું આવ્યું સ્વામી નાથનું
જોઈ મારા મનડાં મુંજાઈ...
આવ્યા સુમંત તેડવા,
રથડે ઘોડલા જોડાઈ...
સીતાજી જગાડે...
વાલા મારી સાસુના શોક કારણે
બોલે રાજવી બંધાણા...
તમે ને અમે વગડો વેઠીયે,
ગાદીયે ભરતજી થપાણાં...
સીતાજી જગાડે...
વાલા તમારા વિજોગ ને કારણે
પિતાજી સ્વર્ગે સિધાવ્યા...
માતાજી મન માં સોચતાં,
નૈનમાં નીર ભરાણાં...
સીતાજી જગાડે...
વાલા દેવતાનાં દુ:ખ ભાંગવા
વાલો આવ્યા ટાણે...
"પુરુષોતમ" કહે પ્રભુ ઉંઘમા,
રઘુવીર મનમાં મુંજાણા...
સીતાજી જગાડે...

નોબત નગારાં આજે વાગે રામાપીરના

નોબત નગારાં આજે વાગે રામાપીરના(૨)
હે રણુજા ધામ રુડું લાગેરે...લાગેરે...
નોબત નગારા આજે...
હે આરતી ટાણે રામાપીર વેલા આવજો(૨)
ભક્ત જણો ને રુડાં દર્શનીયા આપજો
હે જતી સતી આશિષ માગેરે...માગેરે...
નોબત નગારા આજે...
હે ધુપ ને ધુમાડે રામાપીર વેલા આવજો(૨)
રણુજા શહેર થી પીર વેલા પધારજો
હે આરતી ગવાતી રુડીં લાગેરે...લાગેરે...
નોબત નગારા આજે...
હે ઢોલ શરણાયું રુડીં જાલર રણકેં(૨)
હિંન્દવા પીરના લીલા આવા નેજા ફરુકેં
હે રણુજામાં રામાપીર જાગેરે...જાગેરે...
નોબત નગારા આજે...

સબ તીરથ કર આઈ તુંબડીયાં



સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ
ગંગા નાઈ ગોમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ 
નિત નિત ઉઠ મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઇ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ મંગાઈ
કાટ-કૂટ કર સાફ બનાઈ
અંદર રાખ મિલાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
રાખ મિલાકર પાક બનાઈ
તબ તો ગઈ કડવાઈ
અર્મૃત જલ ભર લાઈ 
સંતન કે મન ભાઈ 
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
યે બાતા સબ સત્ય સુનાઈ જુઠ્ઠ નહિ હૈ મેરે ભાઈ
દાસ સતાર તુંબડીયાં ફિર તો
કરતી ફીરે ઠકુરાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....

સુબહ સુબહ લે શિવ કા નામ,કરલે બંદે યે શુભ કામ

સુબહ સુબહ લે શિવ કા નામ,કરલે બંદે યે શુભ કામ.
ૐ નમઃ શિવાય.
સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામ
ૐ નમઃ શિવાય.
ખુદ કો રાખ લપેટે ફિરતે, ઔરો કો દેતે ધન ધામ,
દેવો કે હિતમેં વિષ પી ડાલા, નીલકંઠ કો કોટિ પ્રણામ.
સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામ
ૐ નમઃ શિવાય.
શિવ કે ચરણો મેં મિલતે સારે તિરથ ચારો ધામ,
કરણી કા સુખ તેરે હાથો, શિવ કે હાથો મેં પરિણામ.
સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામ
ૐ નમઃ શિવાય.
શિવ કે રહતે કૈસી ચિંતા, સાથ રહે પ્રભુ આઠો યામ,
શિવ કો ભજ લે સુખ પાયેગા, મનકો આયેગા આરામ.
સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામ
ૐ નમઃ શિવાય.

હે જગ જનની હે જગદંબા

હે જગ જનની હે જગદંબા
માત ભવાની શરણે લેજે
હે જગ જનની હે જગદંબા
આધશક્તિ આદી અનાદી
અરજી અંબા તું ઉરમા ધરજે
હે જગ જનની હે જગદંબા
હોય ભલે દુખ મેરુ સરીખુ
રંજ એનો ન થવા દેજે
રજ સરીખુ દુખ જોય બિજાનુ
મને રોવા ને બે આંશુ દેજે
હે જગ જનની હે જગદંબા
આત્મા કોઈ નો આનંદ પામે
ભલે ને સંતાપે મુજ આતમ ને
આનંદ એનો અખંડ રેજો
કંટક દે મને પુષ્પો એને દેજે
હે જગ જનની હે જગદંબા
ધુપ બનુ સુગંધ તુ લેજે
મને રાખ બનીને ઉડી જાવા દેજે
બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને
જીવન મારુ તું સુગંધિત કરજે
હે જગ જનની હે જગદંબા
કોઈ ના તીર નુ નીશાન બનીને
દિલ મારું તું વિંધાવા દેજે
ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને
મને ઘાયલ થઈ પડી રેવા દેજે
હે જગ જનની હે જગદંબા
દેજે તું શક્તિ દેજે મને ભક્તિ
દુનિયા ના દુખ સહેવા દેજે
શાંતિ દુર્લભ તારા શરણે
હે માં તું મને ખોળે લેજે
હે જગ જનની હે જગદંબા

રામ સભામાં અમે રમવાને ગ્યાંતાં

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં
રસ બસ એકરૂપ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી

રામધૂન લાગી ભજનધૂન લાગી
જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી...૨
વન કેરી સંગતું માં લીમડા બીગડીયાં(૨)
લીમડા બીગડીયાં ગુરુજી ચંદન નીપજ્યા...
જીયો રે એ કબીરા...
પાણી કેરા સંગમાં પથરા બીગડીયાં(૨)
પથરા બીગડીયાં માય થીં હિરલા નીપજ્યા...
જીયો રે એ કબીરા...
છાશ કેરી સંગતું માં ભાઈ દુધડા બીગડીયાં(૨)
દુધડા બીગડીયાં માય થીં ગોરસ નીપજ્યા...
જીયો રે એ કબીરા...
ગુણકાં ની સંગતું માં કબીરા બીગડીયા(૨)
કબીરા બીગડીયા માય થીં સંત નીપજ્યા...
જીયો રે એ કબીરા...
કહેત કબીરા સુનો ભાઈ સાધુ(૨)
આપે મુવાલો પછી કુળ નહઈ દુનીયા સુધર્યા...
જીયો રે એ કબીરા...

કળા અપરંપાર,એજી એમાં પહોચેં નહિ વિચા

કળા અપરંપાર,એજી એમાં પહોચેં નહિ વિચાર,
એવી તારી કળા અપરંપારજી...
હરિવર તું કિંયે હથોડે,આવા ઘાટે ઘડનાર જી...(૨)
બાળકમાં એના માતાપિતાની,આવે છે અણસાર.
એવી તારી કળા...
અણુંમાં આખો વડ સંકેલ્યો,એના મૂળ ઉંધા મોરારજી...(૨)
કીડીનાં અંતર કેમ ઘડીયાં,સ્રુષ્ટી ના સર્જનહાર.
એવી તારી કળા...
જન્મ પહેલાં દૂધ જૂગતે,તે કિધા છે તૈયારજી...(૨)
મોરના ઈંડા મા રંગ મનોહર,કેમ ભર્યા કિરતાર.
એવી તારી કળા...
કોણ કોણ કલ્પે કોણ કોણ બોલે,કોણ હા ને ના કહેનારજી...(૨)
પરસેવા ની લીખ સરજી,તાગે ન તારણહાર.
એવી તારી કળા...
અણું અણું માં ઈશ્વર તારો,ભાસે છે ભણકારજી...(૨)
"કાગ" કહે કઠણાઈ તોયે,આવે નહિં ઈશ્વર.
એવી તારી કળા...

વારી જાઉં રે ગુરુ,બલિહારી જાઉં રે

વારી જાઉં રે ગુરુ,બલિહારી જાઉં રે,
મારા સદગુરુ આંગણ આયા,મે વારી જાઉં રે...
મેં વારી જાઉં રે ...
સદગુરુ આંગણ આયા,મેં ગંગા ગોમતી નાહ્યાં,
મારી નીર્મલ હો ગઇં કાયા,મે વારી જાઉં રે...
મેં વારી જાઉં રે ...
સદગુરુ દર્શન દિના,મેરાં ભાગ્ય ઉદય કર દિના,
મારા કર્મ ભરમ સબ છિના,મે વારી જાઉં રે...
મેં વારી જાઉં રે ...
સખીયા જીલમીલ આઓ,શરદા તિલક લગાઓ,
ગુરુદેવ ને વધાવો, મેં વારી જાઉં રે...
મેં વારી જાઉં રે ...
સતસંગ બન ગઇ ભારી,મેં ગાઉ મંગલાકારી,
મારી ખુલી હ્દય કી બારી,મેં વારી જાઉં રે...
મેં વારી જાઉં રે ...
"દાસ નારણ" જશ ગાવેં,ચરણોમેં શીશ નમાવે,
મેરો બેડો પાર લગાઓં, મે વારી જાઉં રે...
મેં વારી જાઉં રે 

ૐ શ્રી રામ જય રામ જય જય રામ

ૐ શ્રી રામ જય રામ જય જય રામ,
ભજમન હોવે સફલ સબ કામ. ૐ શ્રી રામ
રામને રામ ચરિત્ર દિખાયા,રામ મનુષ્ય કે રુપ મે આયા,
રઘુપતિ રાઘવ રાજા રામ. ૐ શ્રી રામ.
રામનામ કી મહિમા ભારી,અહલ્યા ઉગારી મીરાબાઈ તારી,
પતિત પાવન સીતારામ. ૐ શ્રી રામ.
રામનામ કી હય બલિહારી,નામ જપો નિત હે નરનારી,
નામ સે પાવો અમર ધામ. ૐ શ્રી રામ.
નિર્બલ કે બલરામ હમારે, અધમ ઉધારે ભવ જલ તારે,
અવધ બિહારી સુંદર શ્યામ, ૐ શ્રી રામ
રામ કે દાસ કે પાસ હમ જાવે, ઈસ બિધ રામ કે દર્શન પાવે,
રામદાસ કે ઘર હય રામ. ૐ શ્રી રામ
ગફુર ગોવિંદ હરિ હકતઆલા રામ રહેમાનની નિત જપુ માલા,
ઈશ્વર અલ્લાહ તેરે નામ. ૐ શ્રી રામ
પ્રેમ સે પ્રભુ કે ગુણ હમ ગાવે, નિતનિત ઉઠ સંત્સંગ મેં આવે,
મંદિર મસ્જીદ તેરે ધામ. ૐ શ્રી રામ
દાસ કો એક હય આસ તુમારી, પાર કરો પ્રભુ નામ હમારી,
પ્રભુ કો બંદગી સંત કો પ્રણામ. ૐ શ્રી રામ 

સુનો હનુમાના,ભુજા મેરી ટુટી

સુનો હનુમાના,ભુજા મેરી ટુટી,
અબ મત માનો બાત હે’ જુઠી રે,
આઠે પહોર રામા, દલમેં પઢો
કોઈ કુંવર ને, મોરી ખબર ન પુછી રે,
સુનો હનુમાના...
લંકા નગરી મે એક,વૈદ બસત હૈ,
પર્વત મે એક બુટી
ભરત શત્રુધ્ન,અવધ મે બસત હૈ,
કૌન લાવે અબ,એ સજીવન બુટી
સુનો હનુમાના...
હનુમંતા ને કમર કસી,શીર રે બજરંગી ટોપી,
"તુલશીદાસ" કો કહે હનુમાના,
એક ક્ષણ મે લાવું,સજીવન બુટી રે
સુનો હનુમાના...

લીધી રે વિદાયુ બગદાણા ધામની

અમને છોડી ચાલ્યા બાપા બજરંગદાસ રે બાવાજી,
બાપા તમે નોંધારા મેલી ને નવ જાવ રે બાવાજી,
લીધી રે વિદાયુ બગદાણા ધામની.....
સત્યની સેવાયું તમારી સાંભળે હે બાવાજી,
હે તમે દુ:ખીયાના હતા રે દાતાર રે બાપા...
વસમી વિદાયુ તમારી સાંભળે...
"પણ જોને શોશાણા જળ સાયરા
અરે ઓલ્યા પથ્થર પીગળીને જાય
પણ સ્વર્ગે બજરંગદાસ બાપા સીધાવતા
હરે આજ રોઈ રે ઉઠી આખી વનરાય"
રોયા પશુ ને રોયા પંખીડા હો બાપા,
બાવાજી તમારા વિના રોઈ ઉઠી આખી વનરાય રે...
વસમી વિદાયું તમારી સાંભળે...
હરી ના ભરોશે હરદમ હાલતા બાપા,
દિલ ના હતા તમે દાતાર રે હો બાપા...
વસમી વિદાયું તમારી સાંભળે...
સંત ની ક્રુપા રે હરદમ રહેતી હો બાપા,
એવા "નારુ" કહે ઉજાળ્યો અવતાર રે....
લીધી રે વિદાયુ બગદાણા ધામની....

સુદામો ક્રુષ્ણજીને કહે છે,કે ભાઇબંધી મારી ભૂલમાં રે

સુદામો ક્રુષ્ણજીને કહે છે,કે ભાઇબંધી મારી ભૂલમાં રે.(ટેક)
પહેરવા નથી પોતડી ને,દળવા નથી દાણા.
ઓઢ્યા વિનાના પડયાં છે ઉઘાડાં,બાળક નાનાં ધૂળમાં રે. સુદામોજી......
સોવા નથી સૂપડું ને જોવા જેવું છે ઝૂંપડુ,
વા’લા તારે સવારે ઊઠીને,નિત ખાવા ચોળેલા ચૂરમા રે. સુદામોજી......
એક રે ઘડીએ આપણે,નોખાં નોખાં નો’તા પડતાં,
આ તો જુગોજુગ વિત્યા રે, સામું ન જોયું તેં શામળા રે. સુદામોજી......
‘પીંગળશી’ કહે પ્રભુ,હવે બધી આળસ ઉડાડી,
લંગોટીયા ભેરુની ખબરું લેજે,કારમી તું પાક્યો કુળમાં રે. સુદામોજી.......

ભજો મારી મોગલ ને દીન રાત

થાય જ્યાં યદો યદોના નાદ,
જાંજ ને ડાકલીયાની હાક,
ચારણની ચરજુ કેરો સાદ,
મોગલનો તરવાળો છે આજ,
ભજો મારી મોગલ ને દીન રાત,
દશૅન કરતા દુ:ખળા જાય,
નામ લેતા લીલા લહેર થાય,
જે માંનો તરવાળો તરી જાય
જગપર ફરે ને ગુણલા ગાય,
ભજો મારી મોગલ ને દીન રાત,
હે જગતની પાલક પોશકમાંત,
પુછા વિના પડે નહીં તને રાત,
નમે બ્રહ્માંડ ને લોક સાથ,
પ્રથમ તુજ નામ પછી બીજી વાત,
ભજો મારી મોગલ ને દિન રાત,
કહે તુજ મહિમા દાદ ને કાગ,
મોગલ છેળતા કળો નાગ,
લીલો રાખ ચારણ કેરો બાળ,
સાંભળજે જય નો અંતરનાદ,
ભજો મારી મોગલ ને દિન રાત.

સાચો ધણી રે મારે રામદેવજી

પીર તમે નોંઘારા ના આઘાર રે,
સાચો ધણી રે મારે રામદેવજી...
સાચો ધણી રે મારે...
મધ રે દરીયામાં પોકારે વાણીયો રે,
બુડતાના તાર્યા વાણીયાના વહાણ રે...
સાચો ધણી રે મારે...
વણજારાના વચન પીરજી સાંભળ્યા રે,
મીશ્રીનું કીધુ બાવે જોને લુણ રે...
સાચો ધણી રે મારે...
ખંભે કામળો ને હાથમાં ગેડીયો રે,
પીર બન્યા ગાયુના રે ગોવાળ રે...
સાચો ધણી રે મારે...
રામો રમે રે રંગ મહેલમાં રે,
પીર રમે સેવક ને દરબાર રે...
સાચો ધણી રે મારે...
હરી ના ચરણે હરજી બોલીયા રે,
દેજો અમને તમારા શરણો માં વાસ રે...
સાચો ધણી રે મારે...

રામાપીર પધારો રે લીલુડે ઘોડલે રે

ઈ ઘોડલીયાના જોવા છે મારે ઘમસાણ રે,
રામાપીર પધારો રે લીલુડે ઘોડલે રે,(ટેક)
જરકસી જામા પીરની,પીળી રે પીતાંબરી રે,
પીરની મોજડી મા મોતીડાની ખાણ રે...
રામાપીર પધારો...
જળહળ જ્યોતુ રે,જલે રામાપીરની રે,
પીરના લીલુડા ફરુકે રે નીશાન રે...
રામાપીર પધારો...
પલમાં પોકરણ ને પલમાં દ્વારીકા રે,
પલમા પીરની હેલડીયે છે પલાણ રે...
રામાપીર પધારો...
ઘોડલે ચડીને પીરજી મંડપમાં પધારજો રે,
પધારો મારા બાર બીજના ભાણ રે...
રામાપીર પધારો...
ગુરુના પ્રતાપે રે પુરુષોતમ બોલીયા રે,
દેજો અમને તમારા ચરણોમાં વાસ રે...
રામાપીર પધારો...

હૈ જી મારા હૈયા માં હરખ ન માય જી

હૈ જી મારા હૈયા માં હરખ ન માય જી,
ગુરૂ મારા સિંચડ કિધો રેં તમે સાબદો.
હે જી મારા હૈયાં માં...(૨)
આ તો સતસંગનો સિંચોડ માંડીયો
માંય શબ્દની શેરડી પીલાય
રહસ્ય રૂપી માંય રસ નિકળે રેં
એની ભાવે થી રે કુંડીયુ ભરાંય
હે જી મારા હૈયાં માં...
આ તો કાયા રૂપી કડા બનાવી
ભાઇ ઠીક કરી માંળીગ ઠેરાય
કુડા કપટ નાં બળતણ બાળતા રેં
એમાં અનુભવ રસ ઉભરાય રેં
હૈ જી મારા હૈયાં માં...
આ તો ધર્મ નામ પડી માં ધુબકી
જોં ને ગુણ રૂપી ગોળ પકવાય
આં કુબુધ્ધી રૂપી કામસ ઉતારવાં 
અને માંથે પ્રેમ પાવડીયું રેં ફેરાય
હૈ જી મારા હૈયાં માં...
અનેક લોકો ગોળ ખાવા ઉમટ્યા
આવી ને ઉભા અખેડા ની માંય
દાસી જીવણ સત ભીમ નાં ચરણાં મારા મન નાં માટલા રેં ભરાય
હૈ જી મારા હૈયાં માં

Tuesday, May 22, 2018

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે..

સદાય દુખ માં મલકે, મને એવા સ્વજન દેજે,

ખીજા માં પણ ના કરમાય, મને એવા સુમન દેજે.(૧)

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે... (૨)

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે. 

માં મોગલઆવે,હે નવરાતે રમવા કેવા કેવા વેશે માં

માં મોગલઆવે,હે નવરાતે રમવા...!
કેવા કેવા વેશે માં..
માડી કેવા કેવા વેશે..!
નવલાખુ ભેળી માતાજી,

તાલી લેશે ને ભાઈ દેશે મોગલ આવે 

તારે ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે,
ખણણણ ખણણણ કાંબી માં....
ખણણણ ખણણણ કાંબી.....!
તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,
માડી લટું મોકળી લાંબી માં...
તારી લટું મોકળી લાંબી....!
તું સૌને દેખે માતાજી,
પણ તુજને કોઈ ન ભાળે માં...
મોગલઆવે...હે.

તારે ડગલે ડગલે કંકુ ઝરતા,
આખો મારગ રાતો
અને ચાંદલિયો ચંદરવો માથે
લીલી કોર લહેરાતો માંને,લીલી કોરે લહેરાતો.
"દાન" કહે મછરાળી મોગલ સદાય ભેળે રહેશે..
માં મોગલ આવે...


પાયોજી મેં ને, રામ રતન ધન પાયો

પાયોજી મેં ને, રામ રતન ધન પાયો .. (૨)
પાયોજી મેં ને…
વસ્તુ અમૌલિક, દી મેરે સત્ ગુરુ .. (૨)
કિરપા કર, અપનાયો ..
પાયોજી મેં ને ..

કિરપા કર, અપનાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)
જનમ જનમ કી, પુંજી પાઈ .. (૨)
જગ મેં સભી ખોવાયો ..
પાયોજી મેં ને ..


જગ મેં, સભી ખોવાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)
ખર્ચે ન ખૂંટે, ચોર ન લૂંટે .. (૨)
દિન દિન બઢત, સવાયો ..
પાયોજી મેં ને ..


દિન દિન બઢત, સવાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો ..
સત્ કી નાઁવ, ખેવટીયાઁ સત્ ગુરુ .. (૨)
ભવ સાગર, તર આયો ..
પાયોજી મેં ને ..


બહવ સાગર, તર આયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)
મીરાં કે પ્રભુ, ગિરિધર નાગર .. (૨)
હરખ, હરખ જશ ગયો .. (૨)
પાયોજી મેં ને ..


હરખ હરખ જશ ગયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો …(૨)
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો …


સમરૂં તો સુધરે મનખા મેરા અલ્લા હો નબીજી

સમરૂં તો સુધરે મનખા મેરા‚ સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…
અલ્લા હો નબીજી રે‚ રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા !
તૂં હી રે‚ નબીજી…

મિટ જાય ચોરાશી કા ફેરા‚ મટી જાય ચોરાશી કા ફેરા રે.. નબીજી !
હો‚ અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ હાથે રે મિંઢોળ દાતા કેસરિયા વાઘા દાતા !
તૂં હી રે‚ નબીજી…

શિર પે ફૂલડાં હૂંદા શેરા… શિર પર ફૂલડા હુંદા શહેરા રે નબીજી !
હો‚ અલ્લા હો નબીજી….સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ કાચી રે માટીકા પૂતલા બનાયા‚ મૌલા !
તૂં હી રે‚ નબીજી…

રંગ તો લગાયા ઘેરા ઘેરા… રંગ તો લગાયા ઘેરા ઘેરા રે.. નબીજી હો…
અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ ખૂટ ગિયા તેલ‚ વા મેં બૂઝ ગઈ બતિયાં મૌલા
તૂં હી રે‚ નબીજી…

ઘટડા મેં હૂવા રે ઘોર અંધેરા… એક દિન જંગલ બીચ મેં ડેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાતા !
તૂં હી રે‚ નબીજી…

હોથી હજુરી ગુલામ તેરા… હોથી તો ગરીબ ગુલામ તેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
સમરૂં તો સુધરે મનખા મેરા‚અલ્લા હો નબીજી

માડી તારા નવ નગર ને નવ નેહડા

માડી તારા નવ નગર ને નવ નેહડા
માડી તારી નજરૂ ફરે છે નવખંડ માથે રે
મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી ને ડુંગર
ગાળીયે...
માડી, તે કાળા રે સરપુંને કીધો કોરડો
માડી, એ તો વખડાં વમને ને ફણીધર ફુફે રે,
મછરાળી મોગલ....

માડી, તારા કોરડે હાલે છે વ્યોમે વાવડો
માડી, તેંતો કોરડે દૈત્યું ને દંડ તે દીધા રે,
મછરાળી મોગલ...

માડી, તારા સીમાડા લોપ્યા ને
અંગડા માગીયા
માડી, તેં તો ભેળીઓ ઉતારી જોને
બાંધી ભેટે રે,
મછરાળી મોગલ...

માડી, એવા હોકારા કરીને
દાનવા હુકળ્યા
માડી, તું તો રથડો મેલીને રણમાં કુદી રે,
મછરાળી મોગલ....

માડી, તારાં ખાંડા ને ખડગ
રણમાં ખડખડયાં
માડી, ત્યા તો લડઆ વીનાના લશ્કર
ભાગ્યા રે,
મછરાળી મોગલ...

માડી, આજ દાનવકુળ સળગે રે ડુંગર દોયલા
માડી, તારા રોષના દાવાનળ રેલ્યા રે,
મછરાળી મોગલ...

માડી, તારાં છોરુને સંતાપ્યા દેવળ દુભવ્યા
માડી, એના જડબા ચીરીને દાંત જેર્યા,
માડી, એવા લોહીના તરસ્યાંને
ભરખી લીધા રે,
મછરાળી મોગલ...

માડી, એવી નવલખ ધેનુ રે તારે આંગણે,
માડી, એ તો સૂરજનાં ખેતર ચરવા જાય રે,
માડી, એ તો સૂરજના આથમે ચરવા જાય રે,
મછરાળી મોગલ...

માડી, તારા ઘોળા રે ધણ ચરે
આઘા આભમાં
માડી, એના રખોપાં રાખે છે
રાતનો રાજા રે,
મછરાળી મોગલ...

માડી, તારી કાળીયું લટું ને કાળો ભેળીઓ
માડી, તારો આકરો ત્રંબક વરણો વાન રે,
મછરાળી મોગલ...

માડી, તારો મારકણો મોરો ને
જોણી આકરી
માડી, તારા કાળજા મશરૂથી સાવ છે
કુણા રે,
મછરાળી મોગલ...

માડી, તું
તો ભવના ભૂલેલાં દખિયાં ભાળતી
માડી, તારા હૈયાનો હેમાળો ઓગળીને
હાલે રે,
મછરાળી મોગલ...

માડી, તારી સેવા જો કરે તો દોયલા દુઃખ
પર ટળે,
માડી, તારી આળ્યું જો કરે તો થાય
ઉત્પાત રે,
મછરાળી મોગલ...

માડી, તારો 'કાગે' રે પરગટ
પરચો ભાળીયો
માડી, તારા વાછરું ચારે છે
વનનો રાજા રે,
મછરાળી મોગલ...

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.
હાથ પગ ચોળે એના ઘરની અસતરી,
વાંસાના મોર ચોળે માડી રે ભરથરી.

મોર ચોળંતા એનું હૈડું ભરાણું જો.
નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.
નહિરે વાદળડી ને નહિ રે વીજળડી,
આ ઓચિંતાંના નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

આવી કાયા રે તારા બાપની હતી જો,
એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી. કો’તો,
માતાજી, અમે દુવારકાં જાયેં જો,
દુવારકાંની છાપું લઇ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો.
હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી.
કો’તો, માતાજી અમે કાશીએ જાયેં જો,
કાશીની કાવડ્યું લઇ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો,
કો’તો લઇએ ભગવો ભેખ રે ભરથરી.
બારવરસ, બેટા રાજવટું કરો જો,
તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.

બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો.
આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.
દેશ જાજેને, દીકરા, પરદેશ જાજે જો,
એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.

આંબાનીડાળે ને સરોવરની પાળે જો,
ઊતરી છે જોગીની જમાત રે ભરથરી.
નણંદબાઇની દીકરી ને સોનલબાઇ નામ જો.
સોનલબાઇ પાણીડાં હાર્ય રે ભરથરી.

કો’તો મામી, તમારો વીરોજી દેખાડું જો,
કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.
સાચું બોલો તો, સોનલબાઇ, સોનલે મઢાવું જો,
જૂટું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.

કડે સાંકળિયે મેં એને દીઠો જો
બાળુડો જોગી કેમ ઓળખાય રે
હાલો દેરાણી ને હાલો જેઠાણી બા,
જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી,

થાળ ભરીને શગ મોતીડે લીધો જો,
વીરને વધાવવાને જાય રે ભરથરી.
બેની જોવે ને બેની રસ રસ રોવે જો,
મારો વીરોજી જોગી હુવો રે ભરથરી,

પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જોયેં જો,
કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

ભજી લેને નારાયણ નુ નામ

આ અવસર છે રામ ભજન નો
કોડી ન બેસે દામ ..
ભજી લેને નારાયણ નુ નામ

કામ ક્રોધ લોભ મદ મોહ ને,
મુકી દે મન થી તમામ.....
માતા પીતા સુત બાંધવ તારા
એના આવે તારે કામ...
ભજી લેને

અંધ બની ને અથડાવ મા ભુંડા,
ઘટઘટ મા સુંદીર શ્યામ
દાસ સતાર કહે કર જોડી
સબ સંતો ને પ્રણામ.....
ભજી લેને

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

ગુણપતિ આયો‚ રિદ્ધિ સિદ્ધિ લાયો

ગુણપતિ આયો‚ રિદ્ધિ સિદ્ધિ લાયો‚ નિરભે નામ સુણાવો‚
ગુરુ ! નિરભે નામ સુણાવો‚
સતગુરુજી વિના બાત કેસી ? સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…

રતન સાગરમાં રતન નિપજે‚ મહાસાગરમાં મોતી‚
ગુરુ ! મહાસાગરમાં મોતી‚
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…

કોઈ વો’રે ત્રાંબા ને પીત્તળ‚ મારા સતગુરુ વો’રે સાચા હીરલા‚
મારા ગુરુજી વો’રે સાચા હીરલા..
સતગુરુજી વિના બાત કેસી ? સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…

કોઈ વો’રે સોનાને ચાંદી‚ મારા સતગુરુ વો’રે સાચાં મોતીડાં‚
મારા ગુરુજી વો’રે સાચાં મોતીડાં..
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…

જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ‚ નેક ટેકમેં રહેના‚
મેરે ભાઈ ! નેક ટેકમેં રહેના‚ સંતો નેક ટેકમેં રહેના…
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…

છોડી મત જા મને એકલી વણજારા

છોડી મત જા મને એકલી વણજારા
છોડી મત જા, પરદેશમાં વણજારા
જીઓ વણજારા, જીઓ વણજારા….

સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા…

ડુંગર માથે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….

કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
જીઓ વણજારા, જીઓ વણજારા…

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી .......
સદગુરૂ ના ચરણ મા,,,

ફટક ફટક મે ફોડયા ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા........
સદગુરૂ ના ચરણ મા,,,

તન કર ગોળાને મન કર વિષ દારુ
ધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ.......
સદગુરૂ ના ચરણ મા,,,

ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા......
સદગુરૂ ના ચરણ મા,,,

રંગ ભર નૈનુ મા દિપક જલાયા
કહે બાપા “બળદેવ ” ગગન મા દિવાળી

મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ

મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ
જહાં મેરે અપને સીવા કુછ નાહી
મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ

પતા જબ લગા મેરી હસ્તી કા મુજકો
સીવા મેરે અપને કહી કુછ નાહી
મુજે મેરી મસ્તી....

સભી મે સભી મે પળા મેહી મે હું
સીવા મેરે અપને કહી કુછ નાહી
મુજે મેરી મસ્તી....

ના દુખ હે ના સુખ હે ના હે શોક કુછ ભી
અજબ હે એ મસ્તી પીયા કુછ નાહીં
મુજે મેરી મસ્તી....

એ સાગર એ લહેરે એ ફેન એ બુદબુદે
કલ્પીત હે જલ કે સીવા કુછ નાહી
મુજે મેરી મસ્તી....

ભ્રમ હે એ દ્રંદ હે જો મુજકો હુઆ હે
હટાયા જો ઉસકો ખફા કુછ નાહી
મુજે મેરી મસ્તી....

પરદા હે દુઈ કા હટાકર જો દેખા
તો બસ એક મે હુ જુદા કુછ નાહી
મુજે મેરી મસ્તી....

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
હે.......

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે
……કોણ

એ પંખીડા,પંખીડા,ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો…
…કોણ

હે......
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેનીનો હીંચકો ડોલે…

શંભુ શરણે પડી,માંગુ ઘડી એ ઘડી

શંભુ શરણે પડી,માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …દયા કરી, શિવ, દર્શન આપો … (૨)

તમો ભક્તો ના ભય હરનારા
શુભ સૌવ નુ સદા કરનારા
હું તો મંદ મતી તારી અકળ ગતિ
કષ્ટ કાપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી...............

અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદ્ર ધયૉ
કંઠે વિષ ભયૉ
અમૃત આપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી... ............

નેતી નેતી જયાં વેદ કહે છે
મારું ચીતડું ત્યાં જાવા ચહે છે
સારા જગ મા છે તું
વસુ તારા મા હું શકિત આપો
દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી............

આપો દ્રષ્ટી મા તેજ અનોખું
સારી સુષ્ટી મા શીવ રૂપ દેખુ
મારા દિલમાં વસો
આવી હૈયે હસો
શાંતિ સ્થાપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી............

હું તો એકલ પંથી પ્રવાસી
છતાં આત્મા કેમ ઉદાસી
થાકયો મથી રે મથી
કારણ મળતું નથી
સમજણ આપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી............

શંકરદાસ નુ ભવ દુખ કાપો
નિત્ય સેવા નુ શુભ ફળ આપો
ટાળો મંદ મતિ
ગાળો ગવઁ ગતિ
ભક્તિ આપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી............

માથે મટુકી મહીની ગોળી હું મહિયારણ

માથે મટુકી મહીની ગોળી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા હો
મને લાજું કાઢવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયા
મુને પગે પડવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠજી મળિયા
મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને દેરજી મળિયા
મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને નણદી મળિયા
મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને પરણ્યોજી મળિયો
મુને મોઢું મલકાવવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

હરીની હાટડીએ મારે કાયમ હટાણું

હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું…
હરીની હાટડીએ મારે.

પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી,
કોઇ દિ ન માંગ્યું એનું નારાયણે નાણું…
હરીની હાટડીએ મારે.


ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,
કીડીયું ને કણ્યું ઓલા હાથીડાને મણ્યું…
હરીની હાટડીએ મારે.


ધણી મેં તો ધાર્યો નામી,
યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું…
હરીની હાટડીએ મારે.

સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષ નો સંગ

સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો 
અમને સાધુ પુરુષ નો સંગ 

અવર પુરુષ નો સંગડો ના કરીએ હરિ 
એ તો પાડી દિયે ભજન માં ભંગ 
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ

નિંદા ના કરનારા નરકે લઇ જાવે હરિ
જઈ ને સર્જે ભોરીંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ


સાધુ રે પુરુષ નો સંગડો જો કરીયે હરિ
તો તો ચૌગુના ચઢે અમને રંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ

મીરા બાઇ ગાવે સંત ચરણ રજ હરિ
એ તો ઉડી ઉડી લાગી મારે અંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર
ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર હો જી

પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર હો જી,
ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી, ભગવા નિશાન ફરકશે હો જી.
ઉતરખંડથી હનુમો ચડશે એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,
રાતા છે ઘોડા ને રાતી છે ટોળી, રાતા નિશાન ફરકશે હો જી.
પાતાલદેશથી કાળીનાગ ચડશે, એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,
કાળા છે ઘોડા ને કાળી છે ટોપી, કાળા નિશાન ફરકશે હો જી.
બાર બાર મણની કમાનુ ઝાલશે, તેર તેર મણના ભલકા હો જી,
હનુમાન જોધા ત્યાં જઈ લડશે, કાળીંગાને મારશે હો જી.
બાર બાર મણના ડંકા ઝીલશે, જઈ પાવે પહોંચાડશે હો જી,
પાવાનો પતાઈ રાજ કરશે, તે દિ' કાળીંગાને મારશે હો જી.
અમદાવાદથી પાવા સુધી, પિતળની ધાણી મંડાશે હો જી,
કુડીયા કપટીયા ભુવા, પાવરિયાને ધાણીએ ધાલશે હો જી.
સોળ કળાનો સુરજ ઊગશે, તે દિ' તાંબાવરણી ધરતી થશે હો જી,
નવસે નવાણુ નદીઓ તુટી જશે, તે દિ' રેવાજી પાઘડી પને થશેજી.
મેઘાને માથે સોનાનુ બેડુ, તે દિ' નકળંગ નાળિયેર ઝિલશે,
આબુગઢ જુનાગઢ તોરણ બંધાશે, તે દિ' નકળંગ નાર પરણશે.
સોળ સે સતાણુ વરસ, અઠાણુ નવાણુ સાલમાં થશે હો જી,
દેવાયત પંડિત ઈમ વદે, તે દિ' નકળંગ નાર પરણશે હો જી.

પૂછો તો ખરા ઘાયલને શું થાય છે

પૂછો તો ખરા ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા...

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા...

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા...


મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા...

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ;
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?...

લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં;
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ...
ભાડૂતી બંગલો

ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં;
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ...

ભાડૂતી બંગલો

આ રે બંગલામાં દસ દસ દરવાજા;
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ...

ભાડૂતી બંગલો

કડિયા-કારીગરની કારીગરી નથી એમાં;
પાણીની બનાવી હવેલી મારા ભાઈ...

ભાડૂતી બંગલો

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા;
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ...

ભાડૂતી બંગલો

નટવર શેઠની નોટિસો રે આવી;
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ...

ભાડૂતી બંગલો

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા;
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ...

ભાડૂતી બંગલો

પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ;
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ...

ભાડૂતી બંગલો

દાસી જીવણજાઓ ગુરુજીને ચરણે;
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ...

ભાડૂતી બંગલો