Tuesday, May 29, 2018

વાલા સીતાજી જગાડે શ્રીરામને

વાલા સીતાજી જગાડે શ્રીરામને
જાગો તમે રઘુકુળના રાજા...
સાદ કરુ કોઈ ના સાંભળે,
વાલા વાયા છે વાણાં...
સીતાજી જગાડે...
વાલા સપનું આવ્યું સ્વામી નાથનું
જોઈ મારા મનડાં મુંજાઈ...
આવ્યા સુમંત તેડવા,
રથડે ઘોડલા જોડાઈ...
સીતાજી જગાડે...
વાલા મારી સાસુના શોક કારણે
બોલે રાજવી બંધાણા...
તમે ને અમે વગડો વેઠીયે,
ગાદીયે ભરતજી થપાણાં...
સીતાજી જગાડે...
વાલા તમારા વિજોગ ને કારણે
પિતાજી સ્વર્ગે સિધાવ્યા...
માતાજી મન માં સોચતાં,
નૈનમાં નીર ભરાણાં...
સીતાજી જગાડે...
વાલા દેવતાનાં દુ:ખ ભાંગવા
વાલો આવ્યા ટાણે...
"પુરુષોતમ" કહે પ્રભુ ઉંઘમા,
રઘુવીર મનમાં મુંજાણા...
સીતાજી જગાડે...

No comments:

Post a Comment