Tuesday, May 22, 2018

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે જ્યારે, નહી રહે દેહનું ભાન..
એ રે સમય મુખે તુલસી દેજે, દેજે જમુના પાન... 
સમય મારો...

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ..(૨)..
એ રે સમય મારી વ્હારે ચઢીને રાખજે તારૂં નામ... 
સમય મારો...

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર..(૨)..
એ રે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર... 

સમય મારો...

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ..(૨)..
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘ પુનિત’ છોડે પ્રાણ... 

સમય મારો...

No comments:

Post a Comment