મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું
સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….
ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …
લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…
રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…

અર્ધા અર્ધા ગીત શા માટે રજૂ કરો છો શરૂઆતમાં જ બે ત્રણ અંતરા ની બાદબાકી કરી નાખી આનાથી નવા વાચકગણને અધુરી માહિતી પહોંચે છે અને જ્યારે એની પાસે પુરી માહિતી મળે છે બહું મોડું થઈ જતું હોય છે અને આવી અધુરી પંક્તિ ઓ વાળી કૃતિ પ્રસરી ચુકી હોય છે પછી ઘણી ગેરસમજો ઉત્પન્ન થાય કે આ સાચું કે પેલું સાચું આવી રીતે થોડાંક સ્વાર્થ માટે લોક સાહિત્ય નેં ઊંધે કાંધ નહીં નાખો
ReplyDelete