Tuesday, May 22, 2018

જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા

જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા,
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા.
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા......

પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી,
સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી.
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા......

પંખીડાં બોલે રે, વહાલા ! રજની રહી થોડી,
સેજલડીથી ઊઠો, વહાલા ! આળસડી મોડી.
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા......

સાદ પાડું તો વ્હાલા ! લોકડિયાં જાગે,
અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે.
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા......

જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે,
નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે.
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા......

No comments:

Post a Comment