Tuesday, May 22, 2018

પુછો પુરા પંડિતો ને, પુછો શેખ સંન્યાસી ને

પુછો પુરા પંડિતો ને, પુછો શેખ સંન્યાસી ને
આ નિજ ના ગુરુ કોણ છે.........

જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ઘાટ કોણ
ગગન બારે મેધ ગરજે, ઇ રે દેવતા કોણ છે.......
પુછો પુરા........

ધાર માયલી ઢાલ કોણ , ઢાલ માયલી ધીરજ કોણ
ધીરજ મા તમે માળા ફેરવો, ઈ રે અજંપા કોણ છે........
પુછો પુરા........

કાંતનવાલી કા સુતર કોણ, વાંજણી કા પુતર કોણ
કાંતનવાલી તમે જુઠા ન બોલો, ઈ રે નુગરા કોણ છે...........
પુછો પુરા........

ભામીની કેરા ભેદ કોણ, શીવજી કેરા વેદ કોણ
અંગ મા અખંડ જયોતિ બીરાજે ઈ રે દેવતા કોણ છે........
પુછો પુરા........

ભણે રામો લખે નામો, સંતો તમે સાંભળો
બોલ્યા પીર રામદેવ, ખોજણહારા કોઈ સંત છે........
પુછો પુરા........

No comments:

Post a Comment