Tuesday, May 22, 2018

નથી લેતો નારાયણ નામને રે

મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે,
તારા અંગમાં છે રોગ અસાધ્ય;
નથી લેતો નારાયણ નામને રે...

માથે જન્મમરણ મોટું દુઃખ છે રે,
તારા અંતરમાં હરિને આરાધ્ય... નથી ...

ઘણું સૂઝે છે કામ સંસારનું રે,
કરે સગાંનું નિત્ય [બહુ] સનમાન... નથી..


હેત કરતો નથી હરિદાસમાં રે,
હૈયા ફૂટ્યા તું લૂણહરામ... નથી..


પરનારી સંગાથે કરી પ્રીતડી રે,
તારો એળે ગયો અવતાર... નથી...


બહુનામીની બીક નથી રાખતો રે,
ખરે ખાંતે મળીશ ખુવાર [તેમાં ખ્વાર]... નથી...


અતિ કઠણ વેળા છે અંતકાળની રે,
પછી થાશે તને પસ્તાવ... નથી...


દેવાનંદની શિખામણ માનજે રે,
તારા અંતરમાં કરીને ઉછાવ... નથી...

No comments:

Post a Comment