પાધરની પનીહારી પુંછુ મારી બેન
એવો ઘર રે બતાવો જેશલ પીરના હો જી...
ડાબો મારગ દ્વારીકા ને જાય
એવો જમણો રે મારગ અંજાર શહેરનો રે હો જી
આંગણીયે વવરાવી નાગરવેલ
એવો ચોક રે વચમા ચંપો મોરીયો હો જી
આવો આવો મારા માળી જાયા વીર
એવા પાછ રે પડખા પીરજી બેસણા રે હો જી
સતી તોરલ કરે સંતો ના સનમાન
એવા દુધે રે ધોયારે સંતના પાવલા રે હો જી
પાધરની પનીહારી....
ઘુઘરીયાળો ઝાંપલો રુપે જડ્યાં કમાડ
એવો ફળીયા રે વચમા સે પારષ પીપળો રે હો જી
સતી તોરલ રાંધે ચોખલીયારા ભાત
એવા ભાવેથી ભોજન જમાડીયા રે હો જી
(જેશલ જાજો સ્વરગમા અને હયુ રાખજો હાથ, પણ સરગાપુર ની શેરીયે તોરીકે હુ ભાતની બનીસ ભતવાર)
બોલ્યા બોલ્યા તોરલદે નાર...
મારા સંતો રે અમરાપુરમા માલશે રે હો જી...
એવો ઘર રે બતાવો જેશલ પીરના હો જી...
ડાબો મારગ દ્વારીકા ને જાય
એવો જમણો રે મારગ અંજાર શહેરનો રે હો જી
આંગણીયે વવરાવી નાગરવેલ
એવો ચોક રે વચમા ચંપો મોરીયો હો જી
આવો આવો મારા માળી જાયા વીર
એવા પાછ રે પડખા પીરજી બેસણા રે હો જી
સતી તોરલ કરે સંતો ના સનમાન
એવા દુધે રે ધોયારે સંતના પાવલા રે હો જી
પાધરની પનીહારી....
ઘુઘરીયાળો ઝાંપલો રુપે જડ્યાં કમાડ
એવો ફળીયા રે વચમા સે પારષ પીપળો રે હો જી
સતી તોરલ રાંધે ચોખલીયારા ભાત
એવા ભાવેથી ભોજન જમાડીયા રે હો જી
(જેશલ જાજો સ્વરગમા અને હયુ રાખજો હાથ, પણ સરગાપુર ની શેરીયે તોરીકે હુ ભાતની બનીસ ભતવાર)
બોલ્યા બોલ્યા તોરલદે નાર...
મારા સંતો રે અમરાપુરમા માલશે રે હો જી...
No comments:
Post a Comment