Friday, May 18, 2018

નમો મંગલા રૂપ મોગલ માં.

તું  તો અંતર ની વાત જાણે છે આઈ..।।
તને કાંઈ કહેવું પડે નહિ કાઈ...
તને કાંઈ કહેવું પડે નહિ કાંઈ...।।
બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલા રૂપ મોગલ માં...
 નમો મંગલા રૂપ મોગલ માં..।।

તારે હાથે તલવાર લેવી પડે નહિ..
તારે સિંહ અસવાર કરવી પડે નહિ...
તારે સિંહ અસવારી કરવી પડે નહિ...।।
તારી કરણી નજરું દે દૈત્યો સંહારી..
નમો મંગલા રૂપ મોગલ માં... નમો મંગલા રૂપ મોગલ માં..।।

તારું નામ લઈ લઈ આ રંક ને ડરાવે..
ગમે નહિ તને તોય તુજને ભળાવે..
ગમે નહિ તને તોય તુજને ભળાવે..।।
દેજે ડારો એને જરા હે દયાળી..
નમો મંગલા રૂપ મોગલ માં... નમો મંગલા રૂપ મોગલ માં..।।

મુક્યો હાથ માથે લીધા વારણા તે...
બંધાવ્યા સૂના ઘેર માં પારણાં તે..
બંધાવ્યા સૂના ઘેર માં પારણાં તે..।।
લીલી રાખજે દાદ કે વંશ વાડી..
નમો મંગલા રૂપ મોગલ માં... નમો મંગલા રૂપ મોગલ માડિ

No comments:

Post a Comment