Friday, May 18, 2018

હરીજને માયા હરીને સોપી રે ભગતીના સારુ

હરીજને માયા હરીને સોપી રે ભગતીના સારુ
પોતે જરા ન લજ્યા પોતાની લોપી રે ભગતીના સારુ...ટેક

તારાદે જરા ન લાજ્યાં છોડી અયોધ્યાના રાજા
રુષિયોને પુજતાં મેલી મરજાદા રે
                 ભગતીના સારુ...

મીરાંબાઈને લાગી તાળી ગીરીધર વીનાં કછું ન ભાળી
રાણાજીયે ઝેર પાયાં ગાળી રે...
                 ભગતીના સારુ...

તોરલદે મહાસતી શાણાં સધીરને બોલે બંધાણાં
શરીર વેચીને લાવ્યાંતાં દાણા રે...
                ભગતીના સારુ...

રાજ પદમણી રુપાબાઈ રાણી પાટે જાતાં ચંદ્રાવળીયે જાણી
રાવળ માલદેજીયે તરવારું તાણી રે....
                ભગતીના સારુ...

ટેકવાળાને અટક આવે પામરના કેવાથી દિલ ના ડગાવે
એવી સતીયું અમરાપર જાવે રે...
                ભગતીના સારુ...

ખોળી જોવો પીરાંનાં ખાતા પતીવ્રૂત પાળી પાટે જાતાં
વાચ કચ્છનાં હતાં સાચાં રે...
                ભગતીના સારુ...

માન મેલી મંડપમાં માણ્યાં સતગુરુને વચને વેચાણાં
દાસી "ઝબુ" કહે વેદે વખાણ્યાં રે..
                ભગતીના સારુ...

No comments:

Post a Comment