Friday, May 18, 2018

જુનુ રે થયુ દેવળ જુનુ રે થયુ

જુનુ રે થયુ દેવળ જુનુ રે થયુ
હંસલો નાનો ને દેવળ જુનુ રે થયું

આ રે કાયા હંસા ડોલવા ને લાગી ને
પડી ગયા દાંત માયલી રેખું તો રહી રે
મારો હંસલો નાનો ને....

તારે ને મારે હંસા પ્રીતુ રે બંધાણી ને
ઉડી ગયો હંસો પાંજર પડી તો રહ્યુ
મારો હંસલો નાનો ને....

બાઇ મીરાં કહે છે પ્રભુ ગીરધર ના ગુણ
પ્રેમ નો પ્યાલો તમને પાય ને પીવુ
મારો હંસલો નાનો ને....

No comments:

Post a Comment